ઓક્ટોબર 11, 2026 3:42 પી એમ(PM)

printer

સીજેપીના અભિજીત દિપકે, આશુતોષ રાંકા અને સૌરવ દાસ શરતી જામીન પર મુક્ત

CJPના અભિજીત દિપકે, આશુતોષ રંકા અને સૌરવ દાસને આજે નવી દિલ્હીની સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ (એસઈએમ) કોર્ટે મુક્ત કર્યા છે. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, તમામ કાનૂની પ્રક્રિયાઓનું પાલન કરવામાં આવ્યું હતું અને ત્રણેયને આજે સવારે દિલ્હી કેન્ટના એસઈએમ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે તેમને એક વર્ષ માટે શાંતિ અને સારી વર્તણૂક કરવાની શરત સાથે ૫૦ હજાર રૂપિયાના જામીનગીરી બોન્ડ પર  મુક્ત કરાયા હતા. તેમની વિરોધ પ્રદર્શનમાં સામેલ થાય તે અગાઉ ધરપકડ કરવામાં આવી હતી.