ઓગસ્ટ 11, 2026 11:46 એ એમ (AM)

printer

કોમનવેલ્થ અંડર-23 તલવારબાજી સ્પર્ધાના પ્રથમ બે દિવસમાં જ ભારતે ચાર સુવર્ણ, ચાર રજત અને નવ કાંસ્ય સહિત 17 ચંદ્રકો જીત્યા

કોમનવેલ્થ અંડર-23 તલવારબાજી સ્પર્ધાના પ્રથમ બે દિવસમાં જ ભારતે ચાર સુવર્ણ, ચાર રજત અને નવ કાંસ્ય સહિત 17 ચંદ્રકો જીત્યા. રવિવારથી નાઇજીરીયાના લાગોસમાં શરૂ થયેલી આ સ્પર્ધા 14 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે.

નિખિલ વાઘે પુરુષોની સેબર ઇવેન્ટમાં સુવર્ણ અને લક્ષ્ય બડસેરે રજત ચંદ્રક જીત્યો. અશ્વિની આર્ય અને લૈશરામ મોરંબાએ કાંસ્ય ચંદ્રક જીત્યા. તેજસ પાટીલે પુરુષોની ફોઇલ ઇવેન્ટમાં રજત અને હેમાશ સનાસમને કાંસ્ય ચંદ્રક જીત્યો. લોકેશ વેમાણીએ રજત, જ્યારે શૌર્ય અશ્વિની અને ગોડવિન અંકબેસે પુરુષોની એપે ઇવેન્ટમાં કાંસ્ય ચંદ્રક જીત્યો.

મહિલા વર્ગમાં જોયસ આશિતાએ સુવર્ણ અને કનાગા લક્ષ્મીએ ફોઇલ ઇવેન્ટમાં રજત, પ્રાચી લોહાને એપે ઇવેન્ટમાં સુવર્ણ, જ્યારે નિવેદ્યા નાયર અને અનુપ્રિયાએ કાંસ્ય ચંદ્રક જીત્યો. સેબર ઇવેન્ટમાં જેફરલિને સુવર્ણ, અખરી શર્માએ રજત અને શ્રેયા ગુપ્તાએ કાંસ્ય ચંદ્રક જીત્યો.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.