નાઇજીરીયાના લાગોસમાં રમાઈ રહેલી કોમનવેલ્થ ફેન્સિંગ સ્પર્ધામાં ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરીને ચંદ્રકોમા વધારો કરી રહ્યા છે. ગઈકાલે રાત્રે ભારતીય તલવારબાજોએ દેશ માટે સુવર્ણ, રજત અને કાંસ્ય ચંદ્રકો જીત્યા છે.
સિનિયર મેન્સ સ્પર્ધામાં કરણ સિંહ અને શેરજીન શાંતિમોલે ભારત માટે સુવર્ણ ચંદ્રક જીત્યા છે. 7-11થી પાછળ રહ્યા બાદ કરણે મેચ 15-12થી જીતી હતી. શેરજીન શાંતિમોલે બીજા ક્રમાંકિત દક્ષિણ આફ્રિકાના ફેન્સર પીટર ક્રુગરને 15-6થી હરાવીને ટોચનું સ્થાન મેળવ્યું છે.
સિનિયર મહિલા સ્પર્ધામાં, ભારતીય મહિલા ફેન્સર્સે ત્રણ ચંદ્રક જીત્યા. તનિષ્કા ખત્રીએ સુવર્ણ ચંદ્રક જીત્યો, અને ખુશી દાભાડેએ રજત ચંદ્રક જીત્યો. પ્રાચી લોહાને ઓસ્ટ્રેલિયાના હેરિસન એસ્ટલ સાથે ત્રીજું સ્થાન મેળવીને કાંસ્ય ચંદ્રક જીત્યો છે.