ઓગસ્ટ 21, 2026 9:09 એ એમ (AM)

printer

વોશિંગ્ટનમાં મુખ્યમંત્રીએ વર્લ્ડ બેંકના અધિકારીઓ સાથેની બેઠકમાં રાજ્યમાં વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ માટે કન્સેશનલ ફાઇનાન્સિંગની શક્યતાઓ ચકાસવા અપીલ કરી

વોશિંગ્ટનમાં વર્લ્ડ બેંક સાથેની ઉચ્ચસ્તરીય બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતની નાણાકીય શિસ્તનો ઉલ્લેખ કરીને વર્લ્ડ બેંકના અધિકારીઓને રાજ્યમાં વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ માટે કન્સેશનલ ફાઇનાન્સિંગની શક્યતાઓ ચકાસવા અપીલ કરી હતી. મુખ્યમંત્રીએ તેમના અમેરિકા પ્રવાસ દરમિયાન ગુજરાતની વિકાસયાત્રા અને ગિફ્ટ સિટીનું ગ્લોબલ વિઝન પણ વિશ્વ બેંકના અધિકારીઓ સમક્ષ રજૂ કર્યું.
રાજ્યના મુખ્યમંત્રીએ અમેરિકાની મુલાકાત દરમિયાન વોશિંગ્ટનમાં વર્લ્ડ બેંક ખાતે યોજાયેલી ઉચ્ચસ્તરીય રાઉન્ડ ટેબલ બેઠકમાં ગુજરાતને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ગ્લોબલ ફાઈનાન્સિયલ સર્વિસીસ, અદ્યતન ટેકનોલોજી અને ગ્લોબલ કેપિટલના નવા કેન્દ્ર તરીકે વિકસાવવાનું રાજ્ય સરકારનું વિઝન રજૂ કર્યું. ગુજરાત AI, વૈશ્વિક મૂડી અને અદ્યતન ટેકનોલોજીના વિકાસનું વૈશ્વિક કેન્દ્ર બનવા સજ્જ હોવાનું પણ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.