મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદના ગોતા ખાતે મૂળામ્નાય સર્વજ્ઞ શ્રી કાંચી કામકોટિ પીઠમ્-ના 70મા પીઠાધિપતિ પરમપૂજ્ય જગદગુરુ શંકરાચાર્ય શ્રી શંકર વિજયેન્દ્ર સરસ્વતી સ્વામીજીના દર્શન કર્યા. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી પટેલે જણાવ્યું, પૂજ્ય શંકરાચાર્યજીના સાંનિધ્યમાં આયોજિત પૂર્ણાહૂતિ હવનમાં સહભાગી થયા. યજ્ઞશાળા મંડપમ્-માં પૂજ્ય શંકરાચાર્યજી સાથે સંવાદ અત્યંત પ્રેરક રહ્યો હોવાનું પણ શ્રી પટેલે ઉમેર્યું.
Site Admin | નવેમ્બર 5, 2026 2:30 પી એમ(PM)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પૂજ્ય શંકરાચાર્યજીના સાંનિધ્યમાં આયોજિત પૂર્ણાહૂતિ હવનમાં સહભાગી થયા