મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે ટ્રેડ એન્ડ ટ્રાવેલ ફેરનો ગઇકાલે પ્રારંભ કરાવ્યો છે. આ ત્રણ દિવસીય ટ્રાવેલ ટ્રેડ પ્રદર્શનમાં ભારત તથા વિદેશના પ્રવાસન બોર્ડ્સ,ટ્રાવેલ કંપનીઓ, હૉસ્પિટાલિટી બ્રાન્ડ્સ, એરલાઇન્સ, પ્રવાસન આકર્ષણો, ડેસ્ટિનેશન મેનેજમેન્ટ કંપનીઓ તેમજ ટ્રાવેલ ટેક્નોલોજી પ્રદાતાઓ મોટી સંખ્યામાં ભાગ લઈ રહ્યા છે. આ અવસરે શ્રી પટેલે જણાવ્યું હતું કે, “ગત બે દાયકાથી ગુજરાતમાં યોજાતો આ ટ્રાવેલ ટ્રેડ ફેર રાજ્યના પ્રવાસન ઇકોસિસ્ટમને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યો છે. આ પ્રદર્શન પ્રવાસન સ્થળોના પ્રચાર-પ્રસાર, વ્યાવસાયિક ભાગીદારીને મજબૂત બનાવવા તેમજ પ્રવાસન ક્ષેત્રના વિવિધ હિતધારકોને એક મંચ પર લાવવામાં અસરકારક સાબિત થયું છે. રાજ્ય સરકારે વર્ષ 2026ને ‘પર્યટન વર્ષ’ તરીકે જાહેર કર્યું છે, ત્યારે આ ટ્રાવેલ ફેર ગુજરાતના પ્રવાસન સ્થળો અને તકોને વૈશ્વિક સ્તરે વધુ વ્યાપક ઓળખ અપાવવામાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપશે. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉત્તરાખંડ સરકારના પ્રવાસન મંત્રી સતપાલ મહારાજ, ગોવા સરકારના પ્રવાસન મંત્રી રોહન એ. ખાઉન્ટે ઉપસ્થિત રહ્યા હતા.
Site Admin | ઓગસ્ટ 7, 2026 9:45 એ એમ (AM)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહાત્મા મંદિર ખાતે ટ્રેડ એન્ડ ટ્રાવેલ ફેરનો પ્રારંભ કરાવ્યો