ઓગસ્ટ 22, 2026 6:34 પી એમ(PM)

printer

છોટાઉદેપુરના કવાંટમાં ડિમોલિશન : મામલતદાર કચેરીથી નસવાડી ચોકડી સુધીના દબાણોનો સફાયો

છોટા ઉદેપુર જિલ્લાના કવાંટમાં વહીવટી તંત્ર દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. મામલતદાર કચેરીથી લઈને નસવાડી ચોકડી સુધીના માર્ગ પર ટ્રાફિકને અડચણરૂપ બનતા તમામ કાચા અને પાકા દબાણો દૂર કરી રસ્તાઓ ખુલ્લા કરવામાં આવ્યા છે.

રજાના દિવસે તંત્રનો સપાટો, દબાણકારોમાં ઉચાટ

કવાંટ નગરમાં વારંવાર સર્જાતી ટ્રાફિકની જટિલ સમસ્યાને હલ કરવા માટે તંત્રએ મેગા ઓપરેશન હાથ ધર્યું હતું. ટ્રેક્ટર, જેસીબી અને ક્રેન સહિતના મોટા મશીનો સાથે તંત્રનો કાફલો દબાણ હટાવવા માટે પહોંચી જતાં સ્થાનિક લોકો અને ખાસ કરીને દબાણ કરનારાઓમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો હતો.

ઉચ્ચ અધિકારીઓ અને પંચાયતના હોદ્દેદારોની હાજરી

આ સમગ્ર ડિમોલિશનની પ્રક્રિયા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓની સીધી દેખરેખ હેઠળ પારદર્શક રીતે કરવામાં આવી હતી. કાર્યવાહી દરમિયાન કોઈપણ પ્રકારનો વિરોધ ન થાય તે માટે કાળજી લેવામાં આવી હતી. આ ઝુંબેશમાં સ્થાનિક સરપંચ અને ડેપ્યુટી સરપંચ પણ ઘટનાસ્થળે ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને દબાણો દૂર કરવાની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.

ટ્રાફિક સમસ્યાથી મોટી રાહત, રસ્તાઓ થયા ખુલ્લા

મામલતદાર કચેરીથી શરૂ કરીને નસવાડી ચોકડી સુધીના મુખ્ય માર્ગ પર વર્ષોથી થયેલા કાચા અને પાકા દબાણોના કારણે વાહનચાલકોને પસાર થવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. વારંવાર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતી હોવાથી અંતે તંત્રએ આ આકરૂં પગલું ભર્યું હતું. ડિમોલિશન બાદ તમામ નડતરરૂપ દબાણો સાફ થતાં હવે મુખ્ય રસ્તાઓ ખુલ્લા અને પહોળા થઈ ગયા છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.