ઓક્ટોબર 12, 2026 7:55 પી એમ(PM)

printer

છોટાઉદેપુરને ‘બેસ્ટ પરફોર્મિંગ ડિસ્ટ્રિક્ટ’નો રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત

છોટાઉદેપુરને પ્રધાનમંત્રી ધન-ધાન્ય કૃષિ યોજના હેઠળ સિંચાઈ માળખાકીય સુવિધાઓના સુધારામાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ ‘બેસ્ટ પરફોર્મિંગ ડિસ્ટ્રિક્ટ’નો રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરાયો.

નવી દિલ્હીમાં યોજાયેલા સમારોહમાં કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે  જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનને આ પુરસ્કાર આપ્યો હતો. આ સન્માનથી જિલ્લામાં સિંચાઈ સુવિધાઓના વિકાસ અને કૃષિ ક્ષેત્રે થયેલી કામગીરીને રાષ્ટ્રીય સ્તરે ઓળખ મળી છે.

આ ઉપરાંત કચ્છ જિલ્લાનું સર્ટિફિકેટ ઑફ ઍક્સેલેન્સ અને પુરસ્કારથી સન્માન કરાયું. કચ્છ જિલ્લા કલેક્ટર અનિલ રાણાવાસિયા અને જિલ્લા ખેતીવાડી અધિકારી કિરણસિંહ વાઘેલાએ આ પુરસ્કાર સ્વીકાર્યો.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.