ગાંધીનગરમાં છત્રાલ ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ – GIDCમાં એક રસાયણ કંપનીમાં વિસ્ફોટ થતા ચાર શ્રમિકના મોત થયાના અહેવાલ છે. કલોલ તાલુકાના પોલીસ ઇન્સ્પેક્ટર જે. જે. ગઢવીએ કહ્યું, રસાયણ પ્લાન્ટમાં યાંત્રિક ખામી સર્જાવાથી આ અકસ્માત થયો હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું છે. ચોક્કસ કારણ ફૉરેન્સિક સાયન્સ લેબોરેટરી – FSLના અહેવાલ બાદ સ્પષ્ટ થશે.
આ અંગેની જાણ થતાં જ સ્થાનિક પ્રાંત અધિકારી, મામલતદાર અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી – FSLની ટીમે ઘટનાસ્થળે પહોંચી અકસ્માતના કારણ જાણવા તપાસ હાથ ધરી હતી.