ઓગસ્ટ 14, 2026 9:27 એ એમ (AM)

printer

ઉત્તરાખંડના ચમોલીમાં નિર્માણાધીન જળવિદ્યુત પ્રોજેક્ટ સ્થળે ભૂસ્ખલન થતાં સાતના મોત અને 14 ઇજાગ્રસ્ત

ઉત્તરાખંડમાં, ચમોલીના પીપલકોટીમાં નિર્માણાધીન જળવિદ્યુત પ્રોજેક્ટ સ્થળે ભૂસ્ખલન અને પાણીના લીકેજને કારણે સર્જાયેલી દુર્ઘટનામાં ગઈકાલે સાતના મોત અને 14 ઇજાગ્રસ્ત થયા છે. પોલીસ, SDRF, CISF અને અન્ય એજન્સીઓ રાહત અને બચાવ કામગીરીમાં રોકાયેલી છે. આ અંગે ચમોલીના DM ગૌરવ કુમારે વધુ માહિતી આપતા કહ્યું, ટનલનો એક ભાગ તૂટી પડ્યો, જેના કારણે ટનલ પાણીથી ભરાઈ ગઈ, અને 21 થી વધુ લોકો ફસાઈ ગયા, જેમાંથી બધાને બચાવી લેવામાં આવ્યા છે. બચાવાયેલા લોકોમાંથી 14 જીવંત છે, અને 7 લોકોને મૃત જાહેર કરવામાં આવ્યા છે. પાણીનો સતત પ્રવાહ ચાલુ હોવાથી બચાવ કાર્યમાં હાલમાં થોડી વિક્ષેપ પડી રહ્યો છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.