ઓગસ્ટ 2, 2026 11:35 એ એમ (AM)

printer

કેન્દ્ર સરકારે રાજ્યોને કરવેરા વિનિમય તરીકે 1 લાખ 9 હજાર 19 કરોડ રૂપિયાનો વધારાનો હપ્તો ચૂકવ્યો

કેન્દ્ર સરકારે રાજ્યોને કરવેરા વિનિમય તરીકે 1 લાખ 9 હજાર 19 કરોડ રૂપિયાનો વધારાનો હપ્તો જારી કર્યો છે.આ રકમ નિર્ધારિત નિયમિત માસિક ટ્રાન્સફર ઉપરાંતની છે. નાણા મંત્રાલયે જણાવ્યું કે આ વધારાનો હપ્તો રાજ્યોને મૂડી અને વિકાસ પ્રોજેક્ટ્સ પર ખર્ચ વધારવા માટે વધારાનું ભંડોળ આપવાનો છે. મંત્રાલય દ્વારા જાહેર કરાયેલ આંકડા મુજબ, ઉત્તર પ્રદેશને સૌથી વધુ 19,208 કરોડ રૂપિયા, બિહારને 10,845 કરોડ રૂપિયા, મધ્ય પ્રદેશને 8,010 કરોડ રૂપિયા પશ્ચિમ બંગાળને 7,866 કરોડ રૂપિયા અને મહારાષ્ટ્રને 7,022 કરોડ રૂપિયા મળ્યા છે