ઓક્ટોબર 15, 2026 3:51 પી એમ(PM)

printer

સરકારે ખાંડના વેપારીઓ માટે સ્ટોક રાખવાનો સમયગાળો ઘટાડીને 15 દિવસ કર્યો

સરકારે ખાંડના વેપારીઓ માટે સ્ટોક રાખવાનો સમયગાળો ઘટાડીને 15 દિવસ કર્યો છે. આ સાથે સ્ટોક મર્યાદા એક હજાર ક્વિન્ટલ નિર્ધારિત કરવામાં આવી છે. આ સમયમર્યાદા આજથી આગામી નવેમ્બર મહિના સુધી અમલમાં રહેશે.

ગ્રાહક બાબતોના મંત્રાલયે જણાવ્યું કે સરકારે તહેવારો દરમિયાન સંગ્રહખોરી અટકાવવા અને ગ્રાહકોને સરળ પુરવઠો સુનિશ્ચિત કરવા ખાંડના સ્ટોક રાખવાના ધોરણોમાં સુધારો કર્યો છે. સુધારેલી જોગવાઈઓ હેઠળ, કોલકાતા અને તેની આસપાસના વિસ્તારો અને આસામ માટે સ્ટોક રાખવાની મર્યાદા બે હજાર ક્વિન્ટલ નક્કી કરવામાં આવી છે.

મંત્રાલયે જણાવ્યું કે ઓગસ્ટમાં ખાંડના સરેરાશ છૂટક ભાવ 15 ટકા ઘટ્યા છે અને તેમાં વધુ ઘટાડો થવાની શકયતા છે. મિલોમાંથી મળતી ખાંડના ભાવમાં પણ આશરે 28 ટકાનો ઘટાડો થયો છે. જે છેલ્લા ત્રણ અઠવાડિયામાં સ્થિર રહ્યા છે. જથ્થાબંધ અને છૂટક વેપારીઓને ખાંડના ભાવમાં થયેલા ઘટાડાનો લાભ તાત્કાલિક ગ્રાહકો સુધી પહોંચાડવા અપીલ કરાઇ છે.