કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને એક લાખ નવ હજાર ૧૯ કરોડ રૂપિયાનો કરવેરા વિનિમયનો વધારાનો હપ્તો જારી કર્યો છે, જે નિયમિત માસિક વિનિમય ઉપરાંત છે. આ નાણાકીય વર્ષમાં આ બીજો વધારાનો હપ્તો છે. નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે, આ રિલીઝ આગામી તહેવારોની મોસમને ધ્યાનમાં રાખીને અને રાજ્યોને મૂડી ખર્ચમાં વધારો કરવા અને તેમના વિકાસ અને કલ્યાણ સંબંધિત ખર્ચને નાણાં પૂરા પાડવા સક્ષમ બનાવવા માટે કરવામાં આવી છે.
ઉત્તર પ્રદેશને 19 હજાર 208 કરોડ રૂપિયા જ્યારે બિહારને 10 હજાર 845 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. મહારાષ્ટ્રને સાત હજાર 22 કરોડ રૂપિયા અને રાજસ્થાનને છ હજાર 460 કરોડ રૂપિયા અપાયા છે. તમિલનાડુને ચાર હજાર 466 કરોડ, આંધ્ર પ્રદેશને ચાર હજાર 597 કરોડ, કર્ણાટકને ચાર હજાર 504 કરોડ, ઓડિશાને ચાર હજાર 819 કરોડ અને ગુજરાતને ચાર હજાર 94 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે.