સરકારે દેશના બેંકિંગ ક્ષેત્રની સમીક્ષા કરવા અને વિકસિત ભારત 2047ના દ્રષ્ટિકોણને અનુરૂપ સુધારાઓની ભલામણ કરવા ઉચ્ચ-સ્તરીય સમિતિની રચના કરી છે.
નાણા મંત્રાલયે જણાવ્યું કે, સમિતિ ભારતીય બેંકિંગ ક્ષેત્રને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક, નાણાકીય રીતે સમાવિષ્ટ અને સ્થિતિસ્થાપક બનાવવા માળખાકીય, સંસ્થાકીય, નિયમનકારી અને કાયદાકીય સુધારાઓની ભલામણ કરશે. સમિતિની અધ્યક્ષતા ભૂતપૂર્વ કેન્દ્રીય વિજિલન્સ કમિશનર સુરેશ પટેલ કરશે. સમિતિનો કાર્યકાળ છ મહિનાનો રહેશે. નાણામંત્રી નિર્મલા સીતારમણે આ વર્ષે તેમના બજેટ ભાષણમાં સમિતિની સ્થાપનાની જાહેરાત કરી હતી.