કેન્દ્ર સરકારએ ઉડ્ડયન ટર્બાઇન ઇંધણમાં ઇથેનોલ ભેળવવાના દાવાઓને નકારી કાઢ્યા છે.
નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુએ સરકાર એવિએશન ટર્બાઇન ઇંધણમાં ઇથેનોલ ભેળવવાની યોજના ધરાવે છે એ દાવાને ફગાવતા કહ્યું કે આવી કોઈ દરખાસ્ત નથી. તેમણે કહ્યું કે ઇથેનોલ અને ટકાઉ ઉડ્ડયન ઇંધણ સંપૂર્ણપણે અલગ છે અને તેમને એકબીજા સાથે જોડવા ન કરવી જોઈએ.
ભવિષ્યમાં કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે સરકારનું મુખ્ય ધ્યાન ઇથેનોલ પર નહીં, પરંતુ માત્ર પર્યાવરણને અનુકૂળ ‘સસ્ટેનેબલ એવિએશન ફ્યુઅલ’ (SAF) ના વિકાસ અને ઉપયોગ પર જ કેન્દ્રિત છે.
Site Admin | ઓગસ્ટ 7, 2026 11:31 એ એમ (AM)
કેન્દ્ર સરકારે ઉડ્ડયન ટર્બાઇન ઇંધણમાં ઇથેનોલ ભેળવવાના દાવાઓને નકારી કાઢ્યા