પ્રાદેશિક સમાચાર

ડિસેમ્બર 23, 2025 3:13 પી એમ(PM)

views 19

નવસારી જિલ્લામાં યોજાયેલી 13મી ગુજરાત સ્ટેટ કરાટે ચેમ્પિયનશીપમાં એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ સાપુતારાના વિદ્યાર્થીઓએ વિવિધ કેટેગરીમાં ચંદ્રકો મેળવ્યાં.

નવસારી જિલ્લામાં યોજાયેલી 13મી ગુજરાત સ્ટેટ કરાટે ચેમ્પિયનશીપમાં ડાંગના વાસુર્ણા સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળા તેમજ એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ સાપુતારાના વિદ્યાર્થીઓએ વિવિધ કેટેગરીમાં ચંદ્રકો મેળવ્યાં. જેમાં વાસુર્ણાં પ્રાથમિક શાળાના સંધ્યા પવાર, પાયલ બાગુલ, આશા પવારે યલો બેલ્ટ કેટેગરીના કાટા ઇવેન્...

ડિસેમ્બર 23, 2025 3:02 પી એમ(PM)

views 95

મહિલા ક્રિકેટમાં, ભારત અને શ્રીલંકા વચ્ચે પાંચ મેચની શ્રેણીની બીજી T20 મેચ આજે વિશાખાપટ્ટનમના ડૉ. વાય.એસ રાજશેખર રેડ્ડી સ્ટેડિયમમાં રમાશે.

મહિલા ક્રિકેટમાં, ભારત અને શ્રીલંકા વચ્ચે પાંચ મેચની શ્રેણીની બીજી T20 મેચ આજે વિશાખાપટ્ટનમના ડૉ. વાય.એસ રાજશેખર રેડ્ડી સ્ટેડિયમમાં રમાશે. આ મેચ સ્થાનિક સમય મુજબ સાંજે 7 વાગ્યે શરૂ થવાની છે. યજમાન ટીમે શ્રેણીમાં 1-0થી લીડ મેળવી લીધી છે. કેપ્ટન હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ભારતીય ટીમે ગયા રવિવારે વ...

ડિસેમ્બર 23, 2025 9:53 એ એમ (AM)

views 17

મોરબી મહાનગરપાલિકાની રચનાના એક વર્ષમાં પાંચસો પચાસ કરોડના વિકાસના કાર્યો હાથ ધરાયા

મોરબી મહાપાલિકા અસ્તિત્વમાં આવી તેને એક વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યુ છે ત્યારે મોરબીમાં મહાપાલિકાના કમિશનરના અધ્યક્ષ સ્થાને પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમા છેલ્લા એક વર્ષ દરમિયાન મહાપાલિકાના કામની માહિતી આપતા કમિશનરે કહ્યુ કે, 550 કરોડ રૂપિયાના કામો મોરબી મહાપાલિકા વિસ્તારમાં કરવામાં આવ્ય...

ડિસેમ્બર 23, 2025 9:52 એ એમ (AM)

views 20

દરિયાઇ સીમામાંથી પાકિસ્તાન મરિને ઝડપેલા ગીર સોમનાથના માછીમારોને મુક્ત કરાવવા સરકાર સમક્ષ રજૂઆત

અરબી સમુદ્રમાં માછીમારી કરતાં ભારતીય માછામારોને પાકિસ્તાન મરિન દ્વારા પકડી લેવાય છે, ત્યારે ગીર સોમનાથ જિલ્લાના આવા 197 માછીમારો પાકિસ્તાન જેલમાં કેદ છે. કોવિડના સમયગાળા દરમિયાન પાકિસ્તાન દ્વારા પકડાયેલા આવા માછીમારોને મુક્ત કરવા રાજપરા બંદરના સરપંચ ભરત કામલીયાએ સરકાર સમક્ષ રજૂઆત કરી છે.

ડિસેમ્બર 23, 2025 9:51 એ એમ (AM)

views 26

A.I. ટેક્નોલોજીની મદદથી બદનામ કરવાની પૂર્વ કૃષિ મંત્રી રાઘવજી પટેલે એક યુવાન સામે જામનગરમાં ફરિયાદ નોંધાવી

સોશિયલ મીડિયા પર ગુજરાત સરકારના પૂર્વ કૃષિ મંત્રી રાઘવજી પટેલના માન અને પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડતી પોસ્ટ મૂકવામાં આવી હતી. જે અંગે પૂર્વ કૃષિ મંત્રી રાઘવજી પટેલે જામનગર જિલ્લા પોલીસ વડાને અરજી કરીને વિશાલ કણસાગરા નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.એટલું જ નહીં, આ શખ્સે અગાઉ અન્ય ટોચના રાજકિય નેતાઓ વિ...

ડિસેમ્બર 23, 2025 9:50 એ એમ (AM)

views 31

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યના પોલીસના 11 હજાર 607 નવનિયુક્ત ઉમેદવારોને આજે નિમણૂક પત્રો એનાયત કરશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ગુજરાત પોલીસના 11 હજાર 607 નવનિયુક્ત ઉમેદવારોને આજે નિમણૂક પત્રો એનાયત કરાશે.ગાંધીનગરના રામકથા મેદાન ખાતે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં તાજેતરમાં લોકરક્ષક કેડરની ભરતી અંતર્ગત પસંદગી પામેલા ઉમેદવારો ‘પસંદગી પત્ર એનાયત કા...

ડિસેમ્બર 22, 2025 7:34 પી એમ(PM)

views 11

કેફી પદાર્થની હેરાફેરી કરનારા ચાર લોકોની અમદાવાદથી ધરપકડ

અમદાવાદ ગુનાશાખા અને સ્પેશિયલ ઑપરેશન ગૃપ – S.O.Gની ટીમે કેફી પદાર્થની હેરાફેરી કરનારા ચાર લોકોની ધરપકડ કરી છે. પોલીસે વટવા, રામોલ અને જમાલપુરમાંથી આ ચારેયને પકડી તેમની પાસેથી આઠ લાખ 35 હજારથી વધુનો કેફી પદાર્થ કબજે કર્યો હતો. SOG-એ રામોલમાં દરોડા પાડી એક શંકાસ્પદ યુવકની અટકાયત કરી છે. તપાસ કરતા તેની...

ડિસેમ્બર 22, 2025 7:34 પી એમ(PM)

views 13

અમદાવાદમાં દેશની સૌથી મોટી ક્વૉન્ટમ વિજ્ઞાન સંચાર પરિષદનો આજથી પ્રારંભ

ગુજરાત વિજ્ઞાન અને ટેકનોલોજી પરિષદ – ગુજકોસ્ટ દ્વારા અમદાવાદમાં દેશની સૌથી મોટી ક્વૉન્ટમ વિજ્ઞાન સંચાર પરિષદનો પ્રારંભ કરાયો. સાયન્સ સિટી ખાતે યોજાયેલી બે દિવસની પરિષદનો પ્રારંભ કરાવતા વિજ્ઞાન અને ટૅક્નોલૉજી વિભાગનાં સચિવ પી. ભારતીએ કહ્યું, આ પરિષદ ક્વૉન્ટમ વિજ્ઞાન અને ટેક્નોલૉજીની સમજ વધારવામાં મહત...

ડિસેમ્બર 22, 2025 7:34 પી એમ(PM)

views 14

જેટકો દ્વારા વર્ષ 2026-27માં કૃષિ વીજ પૂરવઠો પૂરો પાડવા એક હજાર કરોડ રૂપિયાના ખર્ચે પાંચ નવા પેટામથક બનાવાશે

ગુજરાત ઊર્જા વહન નિગમ લિમિટેડ - જેટકો દ્વારા વર્ષ 2026-27માં કૃષિ વીજ પૂરવઠો પૂરો પાડવા અંદાજે એક હજાર કરોડ રૂપિયાના ખર્ચે પાંચ નવા પેટામથક બનાવાશે. તેમજ અંદાજે એક હજાર 100 સર્કિટ કિમી – CKMના ટ્રાન્સમિશન નૅટવર્ક એટલે કે, વહન જોડાણને મજબૂત કરવાની પણ યોજના છે. બીજી તરફ, કિસાન સૂર્યોદય યોજના હેઠળ રાજ્...

ડિસેમ્બર 22, 2025 7:33 પી એમ(PM)

views 16

રાજ્યમાં 66 હજારથી વધુ નાગરિક પાસેથી આખરી મતદાર યાદીમાં નામ ઉમેરવા માટેના ફૉર્મ 6 મળ્યા

રાજ્યમાં મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા – S.I.R.ની કામગીરી બાદ મુસદ્દા મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. આખરી મતદાર યાદીમાં નામ ઉમેરવા માટે ગઈકાલ સુધીમાં રાજ્યના 66 હજાર 232 નાગરિક પાસેથી ફૉર્મ 6 મળ્યા હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયું છે. હવે આગામી 18 જાન્યુઆરી 2026 સુધીમાં જે મતદારો મતદાર યાદીમા...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.