પ્રાદેશિક સમાચાર

ડિસેમ્બર 21, 2025 7:29 પી એમ(PM)

views 22

રાષ્ટ્રપતિએ વિકસિત ભારત-રોજગાર અને આજીવિકા મિશન-ગ્રામીણ વિકસિત ભારત- જી રામ જી બિલ, 2025 ને મંજૂરી આપી

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વિકસિત ભારત-રોજગાર અને આજીવિકા મિશન-ગ્રામીણ વિકસિત ભારત- જી રામ જી બિલ, 2025 ને મંજૂરી આપી છે. સંસદે શિયાળુ સત્ર દરમિયાન આ બિલ પસાર કર્યું. આ કાયદો ગ્રામીણ પરિવારો માટે વૈધાનિક વેતન રોજગાર ગેરંટીને નાણાકીય વર્ષમાં 125 દિવસ સુધી લંબાવશે. ગ્રામીણ વિકાસ મંત્રાલયે જણાવ્યું હતુ...

ડિસેમ્બર 21, 2025 7:24 પી એમ(PM)

views 35

અમદાવાદના લોથલમાં રાષ્ટ્રીય સમુદ્રી વિરાસત સંકુલ પર સહકાર માટે ભારત અને નેધરલૅન્ડ્સ વચ્ચે સમજૂતી કરાર થયા

ભારત અને નેધરલૅન્ડ્સે અમદાવાદના લોથલમાં રાષ્ટ્રીય સમુદ્રી વિરાસત સંકુલ – NMHC પર સહકાર માટે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા. તાજેતરમાં નવી દિલ્હીમાં વિદેશ મંત્રી ડૉક્ટર એસ. જયશંકર અને નેધરલૅન્ડ્સના વિદેશ મંત્રી ડૅવિડ વાન વીલ વચ્ચે દ્વિપક્ષીય બેઠકમાં આ કરાર થયા. કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત...

ડિસેમ્બર 21, 2025 7:19 પી એમ(PM)

views 29

ગાંધીનગરમાં વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, યોગ અને ધ્યાન એ વર્તમાન સમયની જરૂરિયાત.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વર્તમાન સમયની જીવનશૈલીમાં યોગ અને ધ્યાન ધરવાની જરૂરિયાત પર ભાર આપ્યો. ગાંધીનગરમાં ગુજરાત રાજ્ય યોગ બૉર્ડના યોગ કૉચ અને યોગ ટ્રૅનરના પદવીદાન સમારોહ તથા વિશ્વ ધ્યાન દિવસ ઉજવણી કાર્યક્રમને સંબોધતાં શ્રી પટેલે ધ્યાન-ને ભારતની પ્રાચીન પરંપરામાંથી ઉપજી આવેલું અમૂલ્ય વરદાન ગણાવ્...

ડિસેમ્બર 21, 2025 7:17 પી એમ(PM)

views 13

બનાસકાંઠામાં 24 લાખ રૂપિયાથી વધુનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત

બનાસકાંઠામાં ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ 24 લાખ રૂપિયાથી વધુનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કર્યો છે. અમારા પ્રતિનિધિ સવજી ચૌધરી જણાવે છે, ચંડીસર ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ –G.I.D.C. પાલનપુર ખાતે શંકાસ્પદ ઘીનું ઉત્પાદન, સંગ્રહ અને વેચાણની માહિતી મળતાં તંત્રએ દરોડા પાડી આ જથ્થો કબજે કર્યો હતો. તપાસ દરમિયા...

ડિસેમ્બર 21, 2025 7:15 પી એમ(PM)

views 27

રાજ્યમાં આગામી બે દિવસ બાદ ઠંડીનું જોર વધવાની આગાહી

રાજ્યમાં આગામી બે દિવસ બાદ ઠંડીનું જોર ફરી વધવાની આગાહી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ કહ્યું, પૂર્વ દિશાના ઠંડા પવનના કારણે ઠંડીનો ચમકારો અનુભવાશે. જોકે, ઠંડી વધશે, પણ રાજ્યમાં પશ્ચિમી વિક્ષેપના કારણે એકસાથે બે ઋતુની અસર પણ જોવા મળી શકે છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ગત 24 કલાકમાં સૌથી ઓ...

ડિસેમ્બર 21, 2025 7:13 પી એમ(PM)

views 24

ઉત્તરપ્રદેશમાં યોજાયેલી ભાલાફેંક સ્પર્ધામાં નડિયાદનાં ખેલાડી અપકિશા ગામીતે કાંસ્ય ચંદ્રક જીત્યો

રાજ્યનાં ખેલાડી અપકિશા ગામીતે ઉત્તરપ્રદેશમાં ભાલાફેંક રમતમાં કાંસ્ય ચંદ્રક જીત્યો છે. લખનઉમાં યોજાયેલી 69-મી રાષ્ટ્રીય શાળા રમતમાં તેમણે ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું. અપકિશા ગામીતે આ સ્પર્ધાની જૅવેલિન થ્રો ઇવેન્ટમાં 46.78 મીટર દૂર ભાલો ફેંકી તેમણે આ સિદ્ધિ હાંસલ કરી છે. નડિયાદ સ્ટૅટ ઍથ્લૅટિક્સ અકાદ...

ડિસેમ્બર 21, 2025 3:26 પી એમ(PM)

views 20

કેન્દ્રશાસિત પ્રદેશ દમણ-દીવ, દાદરા અને નગરહવેલીમાં રાષ્ટ્રીય રોગપ્રતિરક્ષા દિવસ અંતર્ગત પલ્સ પૉલિયો રવિવારનું આયોજન કરાયું.

કેન્દ્રશાસિત પ્રદેશ દમણ-દીવ, દાદરા અને નગરહવેલીમાં રાષ્ટ્રીય રોગપ્રતિરક્ષા દિવસ અંતર્ગત પલ્સ પૉલિયો રવિવારનું આયોજન કરાયું. દરમિયાન દમણની કચ્છીગ્રામ સરકારી હૉસ્પિટલમાં પાંચ વર્ષ સુધીની બાળકોને પૉલિયોના ટીપાં પીવડાવવામાં આવ્યા. અભિયાનને સફળ બનાવવા 300 ટુકડી અને અંદાજે એક હજાર 300 આરોગ્યકર્મીઓ સતત ત્ર...

ડિસેમ્બર 21, 2025 3:25 પી એમ(PM)

views 15

રાજ્ય સરકાર દ્વારા અરવલ્લી જિલ્લા માટે ઘરેઘરે જઈ કચરો એકત્રિત કરવા પાંચ વાહન ફાળવાયા

રાજ્ય સરકાર દ્વારા અરવલ્લી જિલ્લા માટે ઘરેઘરે જઈ કચરો એકત્રિત કરવા પાંચ વાહન ફાળવાયા છે. હાલ મોડાસા ડમ્પિંગ સાઈટથી આ તમામ વાહન અને એક યંત્રને કાર્યરત્ કરાયું છે. આગામી દિવસોમાં અન્ય પાંચ વાહન પણ ફાળવાશે તેમ મોડાસા નગરપાલિકાના પ્રમુખ નીરજ શેઠે જણાવ્યું.

ડિસેમ્બર 21, 2025 3:24 પી એમ(PM)

views 21

ભાવનગરમાં નાના પાણીયાળી ગામનાં “નમો ડ્રોન દીદી યોજના”થી મીરાંબેન રાઠોડ આત્મનિર્ભર બન્યાં

ભાવનગરમાં નાના પાણીયાળી ગામનાં “નમો ડ્રોન દીદી યોજના”થી મીરાંબેન રાઠોડ આત્મનિર્ભર બન્યાં છે. પાલિતાણા તાલુકામાં આવેલા ગામનાં વતની સુશ્રી રાઠોડે કહ્યું, તેઓ હાલ ખેતરમાં ડ્રૉનથી દવાનો છંટકાવ કરીને દર વર્ષે દોઢથી બે લાખ રૂપિયાની કમાણી કરી રહ્યાં છે. આ યોજના મહિલાઓને આત્મનિર્ભર બનાવવાની સાથે વિકસિત ભારત...

ડિસેમ્બર 21, 2025 3:23 પી એમ(PM)

views 41

રાજ્ય પરીક્ષા બૉર્ડ દ્વારા શિક્ષક યોગ્યતા કસોટી – T.E.T. – 1 પરીક્ષા લેવાઈ.

રાજ્ય પરીક્ષા બૉર્ડ દ્વારા શિક્ષક યોગ્યતા કસોટી – T.E.T. – 1 પરીક્ષા લેવાઈ. ધોરણ એકથી પાંચ માટે પ્રાથમિક શિક્ષક અને વિદ્યાસહાયક પદ માટેની આ પરીક્ષા અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા શહેરમાં યોજાઈ. બપોરે 12થી 2 વાગ્યા સુધી રાજ્યના 511 કેન્દ્ર પર એક લાખ એક હજાર 518 જેટલા ઉમેદવારે આ પરીક્ષા આપી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.