ડિસેમ્બર 22, 2025 7:34 પી એમ(PM)

printer

કેફી પદાર્થની હેરાફેરી કરનારા ચાર લોકોની અમદાવાદથી ધરપકડ

અમદાવાદ ગુનાશાખા અને સ્પેશિયલ ઑપરેશન ગૃપ – S.O.Gની ટીમે કેફી પદાર્થની હેરાફેરી કરનારા ચાર લોકોની ધરપકડ કરી છે. પોલીસે વટવા, રામોલ અને જમાલપુરમાંથી આ ચારેયને પકડી તેમની પાસેથી આઠ લાખ 35 હજારથી વધુનો કેફી પદાર્થ કબજે કર્યો હતો.
SOG-એ રામોલમાં દરોડા પાડી એક શંકાસ્પદ યુવકની અટકાયત કરી છે. તપાસ કરતા તેની પાસેથી ત્રણ લાખ 82 હજારથી વધુનો કેફી પદાર્થ મળી આવ્યો હતો. જ્યારે ગુનાશાખાની ટીમે કેફી પદાર્થ સાથે વટવામાંથી બે લોકોની ધરપકડ કરી તેમની સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. તો ગુનાશાખાએ અન્ય એક વ્યક્તિને જમાલપુર બ્રિજની નીચેથી પકડ્યો હતો.