ડિસેમ્બર 22, 2025 7:34 પી એમ(PM)

printer

જેટકો દ્વારા વર્ષ 2026-27માં કૃષિ વીજ પૂરવઠો પૂરો પાડવા એક હજાર કરોડ રૂપિયાના ખર્ચે પાંચ નવા પેટામથક બનાવાશે

ગુજરાત ઊર્જા વહન નિગમ લિમિટેડ – જેટકો દ્વારા વર્ષ 2026-27માં કૃષિ વીજ પૂરવઠો પૂરો પાડવા અંદાજે એક હજાર કરોડ રૂપિયાના ખર્ચે પાંચ નવા પેટામથક બનાવાશે. તેમજ અંદાજે એક હજાર 100 સર્કિટ કિમી – CKMના ટ્રાન્સમિશન નૅટવર્ક એટલે કે, વહન જોડાણને મજબૂત કરવાની પણ યોજના છે.
બીજી તરફ, કિસાન સૂર્યોદય યોજના હેઠળ રાજ્યના 98 ટકાથી વધુ ગામને દિવસે વીજળી મળે છે. હાલ 19 લાખથી વધુ ખેડૂત તેનો લાભ લઈ રહ્યા છે. યોજનાના એક લાભાર્થીએ પ્રતિભાવ આપતા કહ્યું, દિવસે વીજળી મળવાથી પશુઓનો ભય દૂર થયો તેમજ સમયની પણ બચત થઈ છે.