પ્રાદેશિક સમાચાર

જાન્યુઆરી 6, 2026 9:32 એ એમ (AM)

views 23

નવીદિલ્હી ખાતેના રાષ્ટ્રીય મહોત્સવમાં ગુજરાતના કુલ 76 પ્રતિભાશાળી યુવાનો ભાગ લેશે

નવી દિલ્હી ખાતેના રાષ્ટ્રીય મહોત્સવ માટે ગુજરાતના કુલ 76 પ્રતિભાશાળી યુવાનોની પસંદગી કરવામાં આવી છે.કેન્દ્ર સરકારના યુવા બાબતો અને રમતગમત મંત્રાલય દ્વારા દર વર્ષે 12 જાન્યુઆરીએ સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ નિમિત્તે 'રાષ્ટ્રીય યુવા દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે 2026માં, 2047ના 'વિકસિત ભારત'ના...

જાન્યુઆરી 6, 2026 9:30 એ એમ (AM)

views 26

કચ્છના પશ્ચિમ રેન્જ વન વિભાગ દ્વારા વન્ય જીવોના અવશેષો અને શિકાર કરવાના શસ્ત્રો સાથે એકની ધરપકડ

રાજ્યના કચ્છ વન પશ્ચિમ રેન્જ દ્વારા વન્ય જીવોના અવશેષો અને શિકાર કરવા માટેની શસ્ત્રો જપ્ત કરાયા છે. વન વિભાગને મળેલી બાતમીના આધારે ભૂજ શહેરના રહેણાંક વિસ્તારમાં તપાસ કરવામાં આવી હતી. એક મકાનમાંથી પલંગ પેટીમાંથી શસ્ત્રો અને અવશેષો મળી આવતાં એક આરોપીની ધરપકડ કરીને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવ...

જાન્યુઆરી 6, 2026 9:28 એ એમ (AM)

views 20

ગાંધીનગર નેશનલ ફોરેન્સિક યુનિવર્સિટી ખાતે આજે શ્રેષ્ઠ પશુપાલક એવોર્ડ વિતરણ સમારંભ યોજાશે

ગાંધીનગરમાં આજે છ જાન્યુઆરીએ શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર વિતરણ સમારોહ યોજાશે. પશુપાલન વ્યવસાયને વધુ વેગ આપવા અને પશુપાલકોના કૌશલ્યને બિરદાવવા NFSU ખાતે આ સમારોહનું આયોજન કરાયું છે.આધુનિક ટૅક્નોલૉજી અને પશુ સંવર્ધનની પરંપરાગત પદ્ધતિઓ દ્વારા દૂધ ઉત્પાદન અને પશુ સ્વાસ્થ્ય ક્ષેત્રે નવા માપદંડ સ્થાપિત કરનાર...

જાન્યુઆરી 6, 2026 9:22 એ એમ (AM)

views 21

ગાંધીનગરમાં ટાઇફોઇડને કાબૂમાં લેવા તંત્ર દ્વારા 44 જેટલી ખાણીપીણીની લારીઓ બંધ કરવાની કડક કાર્યવાહી કરાઇ

ગાંધીનગર શહેરમાં ટાઈફોઈડના વધતા કેસોને નિયંત્રણમાં લેવા અને નાગરિકોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલી વિશેષ ઝુંબેશ બીજા દિવસે પણ યથાવત્ રહી હતી. એસ્ટેટ શાખા અને ફૂડ સેફ્ટી વિભાગની ટીમો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ખાદ્યપદ...

જાન્યુઆરી 6, 2026 9:19 એ એમ (AM)

views 29

એસીબીના અધિક નિયામકની અધ્યક્ષતામાં રચાયેલું 6 સભ્યોનું ખાસ તપાસ દળ સુરેન્દ્રનગર જમીન કૌભાંડ કેસની તપાસ કરશે

રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લામાં એક હજાર 500 કરોડના જમીન કૌભાંડના મામલામાં કેન્દ્ર સરકારની એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઇડી) દ્વારા સુરેન્દ્રનગરના કલેકટર રાજેન્દ્ર પટેલના ઘર પર દરોડા પડાયા હતા. આ ઘટનામાં રાજ્ય સરકાર દ્વારા કલેકટર રાજેન્દ્ર પટેલને સસ્પેન્ડ કરાયા હતા.હવે આ જમીન કૌભાંડ અંગે લાંચ રૂશ્વત વિ...

જાન્યુઆરી 5, 2026 7:12 પી એમ(PM)

views 22

પ્રધાનમંત્રી આગામી 11 તારીખે રાજકોટમાં વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદનું ઉદ્ઘાટન કરશે.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 11 તારીખે રાજકોટમાં વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ – VGRCનું ઉદ્ઘાટન કરશે. રાજકોટની કલેક્ટર કચેરી ખાતે પત્રકારોને સંબોધતા શ્રી સંઘવીએ VGRC બાદ સૌરાષ્ટ્ર અને કચ્છમાં મોટાપાયે રોકાણ આવશે તેવી આશા વ્યક્ત કરી. આ પહેલા શ્રી સંઘવીએ રા...

જાન્યુઆરી 5, 2026 7:10 પી એમ(PM)

views 37

ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં 108 દર્દીનો રિપોર્ટ કરાતાં 50 દર્દી ટાઈફોઈડગ્રસ્ત – તપાસ માટે મહાનગરપાલિકાએ ટુકડી બનાવી

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગરમાં ટાઈફોઈડના કેસ અંગે કહ્યું, આ માટેની તપાસ કરવા મહાનગરપાલિકાએ સંપૂર્ણ ટુકડી બનાવી છે. રાજકોટમાં પત્રકાર પરિષદને સંબોધતા શ્રી સંઘવીએ આ વાત કહી હતી. દરમિયાન ગાંધીનગરની સિવિલ હૉસ્પિટલમાં હાલ 152 જેટલા દર્દી દાખલ છે. તેમાંથી 108 જેટલા શંકાસ્પદ દર્દીનો ટાઈફોઈડ માટેન...

જાન્યુઆરી 5, 2026 7:07 પી એમ(PM)

views 19

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમનાથ મંદિરને ભારતીય સભ્યતાની આત્માનું જીવંત ઉદાહરણ ગણાવ્યું

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર પર વિદેશ આક્રાંતાઓ દ્વારા કરાયેલા હુમલાને આ વર્ષે એક હજાર વર્ષ પૂર્ણ થશે. પ્રધાનમંત્રી અને શ્રી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્ર મોદીએ કહ્યું, છેલ્લી કેટલીક સદીઓમાં થયેલા હુમલાઓ બાદ પણ સોમનાથ મંદિર ભારતીય સભ્યતાની આત્માનું જીવંત ઉદાહરણ છે. તેમણે કહ્યું, સોમનાથ ...

જાન્યુઆરી 5, 2026 7:06 પી એમ(PM)

views 24

રાજ્યમાં SIR હેઠળ યોજાયેલી બે દિવસની શિબિરમાં મતદાર યાદીમાં નામ સમાવવા કે કમી કરવા સહિતના 3 લાખ 58 હજારથી વધુ પત્રક મળ્યાં

રાજ્યભરમાં સઘન સુધારણા ઝુંબેશ – SIR હેઠળ શનિ અને રવિવારે યોજાયેલી વિશેષ શિબિરમાં 8 લાખ અને 41 હજારથી વધુ મતદારોને માર્ગદર્શન અપાયું. તેમજ નામ સમાવવા અથવા મતદારયાદીમાંથી નામ કમી કરવા સહિતના 3 લાખ 58 હજારથી વધુ પત્રક ચૂંટણી કર્મચારીઓને મળ્યાં છે. તેમાથી દોઢ લાખથી વધુ પત્રક 3 જાન્યુઆરીએ અને 2 લાખથી વધુ...

જાન્યુઆરી 5, 2026 7:05 પી એમ(PM)

views 29

રાજ્યના અનેક જિલ્લામાં ઠંડીનો પારો ગગડ્યો

રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું છે. તેવામાં હવામાન વિભાગે આગામી પાંચ દિવસ લઘુત્તમ તાપમાનમાં ફેરફાર થવાની શક્યતા નહીંવત્ હોવાનું જણાવ્યું છે. જોકે, ત્યારબાદ ઠંડીમાં ઘટાડો થઈ શકે છે. સત્તાવાર યાદી મુજબ, ગત 24 કલાકમાં અનેક જિલ્લાના તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. સાત ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે કચ્છનું નલિયા સ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.