પ્રાદેશિક સમાચાર

જાન્યુઆરી 5, 2026 7:03 પી એમ(PM)

views 25

કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં ખેલો ઈન્ડિયા બીચ ગેમ્સનો આજથી રંગારંગ પ્રારંભ.

કેન્દ્રશાસિત પ્રદેશ દિવના ઘોઘલા ખાતે આજથી ખેલો ઈન્ડિયા બીચ ગેમ્સનો પ્રારંભ થયો. આગામી દસ તારીખ સુધી યોજાનારી આ સ્પર્ધામાં બીચ વોલીબોલ, બીચ સોકર, બીચ કબડ્ડી, અને મલ્લખમ સહિતની રમત રમાશે. પ્રથમ છ ચંદ્રક વિભાગ હશે, જેમાં કુલ 32 સુવર્ણ ચંદ્રક માટે સ્પર્ધા થશે. રમતના પ્રારંભિક સમારોહમાં ગુજરાતી ગાયિકા ગી...

જાન્યુઆરી 5, 2026 3:23 પી એમ(PM)

views 18

ગાંધીનગરમાં ટાઈફોઈડના કેસની સંખ્યા 132 થઈ

ગાંધીનગરમાં ટાઈફોઈડના કેસની સંખ્યા 132 થઈ છે. હાલમાં સિવિલ હૉસ્પિટલમાં દાખલ સાત દર્દીને રજા અપાઈ છે. જ્યારે ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં 75 જેટલી ટીમ સર્વેલન્સ કરી રહી છે.

જાન્યુઆરી 5, 2026 3:22 પી એમ(PM)

views 17

ગાંધીનગરમાં ટાઈફોઈડના કેસ અંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, આ માટેની તપાસ કરવા મહાનગરપાલિકાએ સંપૂર્ણ ટુકડી બનાવી છે.

ગાંધીનગરમાં ટાઈફોઈડના કેસ અંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, આ માટેની તપાસ કરવા મહાનગરપાલિકાએ સંપૂર્ણ ટુકડી બનાવી છે. રાજકોટમાં પત્રકાર પરિષદને સંબોધતા શ્રી સંઘવીએ પાણી સંબંધિત સમસ્યાનું સંપૂર્ણ નિરાકરણ કરાયું હોવાનું પણ જણાવ્યું.

જાન્યુઆરી 5, 2026 3:21 પી એમ(PM)

views 32

રાજ્યમાં છ વર્ષમાં કઠોળનું ઉત્પાદન બમણું થયું.

રાજ્યમાં છ વર્ષમાં કઠોળનું ઉત્પાદન બમણું થયું છે. સત્તાવાર યાદી મુજબ, સિંચાઈ માટે પૂરતું પાણી અને ઉપજ ના પોષણક્ષમ ભાવ મળતા રાજ્યના ખેડૂતો કઠોળની ખેતી તરફ વળ્યા છે. તેના કારણે હાલ વાર્ષિક 20 લાખ મૅટ્રિક ટનથી વધુ કઠોળનું ઉત્પાદન થઈ રહ્યું છે. રાજ્યના કઠોળ ઉત્પાદનમાં 70 ટકાથી વધુનો હિસ્સો ચણાનો છે. જ્ય...

જાન્યુઆરી 5, 2026 3:21 પી એમ(PM)

views 19

કચ્છ જિલ્લાના દેશલપર–મગવાણા ધોરીમાર્ગ પર ટ્રક પલટી જતા આગ લાગતાં યુવકનું ઘટના સ્થળે જ મોત.

કચ્છ જિલ્લાના દેશલપર–મગવાણા ધોરીમાર્ગ પર ટ્રક પલટી જતા આગ લાગતાં યુવકનું ઘટના સ્થળે જ મોત થયું છે. અગ્નિશમન દળની ટીમ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. ઘટના અંગે નખત્રાણા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

જાન્યુઆરી 5, 2026 3:20 પી એમ(PM)

views 28

રાજ્યમાં ફરી એક વાર ઠંડીનું જોર વધતાં અનેક જિલ્લા અને શહેરમાં તાપમાનનો પારો ગગડ્યો

રાજ્યમાં ફરી એક વાર ઠંડીનું જોર વધતાં અનેક જિલ્લા અને શહેરમાં તાપમાનનો પારો ગગડ્યો છે. હાલમાં સાત ડિગ્રી સૅલ્સિયસ તાપમાન સાથે કચ્છનું નલિયા રાજ્યનું સૌથી ઠંડું શહેર રહ્યું છે. અરવલ્લી જિલ્લામાં પણ ગત મોડી રાતથી સવાર સુધી પવનના કારણે ઠંડી વધુ છે.

જાન્યુઆરી 5, 2026 3:25 પી એમ(PM)

views 26

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર પર વિદેશ આક્રાંતાઓ દ્વારા કરાયેલા હુમલાને આ વર્ષે એક હજાર વર્ષ પૂર્ણ થયાં

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર પર વિદેશ આક્રાંતાઓ દ્વારા કરાયેલા હુમલાને આ વર્ષે એક હજાર વર્ષ પૂર્ણ થયાં છે. પ્રધાનમંત્રી અને શ્રી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્ર મોદીએ છેલ્લી કેટલીક સદીઓમાં થયેલા હુમલાઓ બાદ પણ સોમનાથ મંદિરને ભારતીય સભ્યતાની આત્માનું જીવંત ઉદાહરણ ગણાવ્યું. શ્રી મોદીએ કહ્યું...

જાન્યુઆરી 5, 2026 9:39 એ એમ (AM)

views 21

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ફ્રોમ સ્ટાર્ટઅપ્સ ટુ સક્સેસ પુસ્તકનું વિમોચન કર્યું

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગાંધીનગરમાં લોકભવન ખાતે શ્રી સ્વામિનારાયણ ગુરુકૂળ રાજકોટના ટ્રસ્ટી મનુ પટોલિયા દ્વારા લિખિત ફ્રોમ સ્ટાર્ટઅપ્સ ટુ સક્સેસ પુસ્તકનું વિમોચન કર્યું. આ પ્રસંગે રાજ્યપાલે જણાવ્યું કે, જીવનમાં સફળતા માત્ર આર્થિક પ્રગતિ સુધી જ સિમિત નથી, પરંતુ સંસ્કાર, નૈતિકતા અને માનવીય મૂલ્યોનું જ...

જાન્યુઆરી 5, 2026 9:35 એ એમ (AM)

views 30

અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર મુસાફરો સાથે ગેરવર્તણુંક કરનારા છ રિક્ષાચાલકો સામે રેલવે તંત્ર દ્વારા કાર્યવાહી

રેલવે સુરક્ષા દળ - RPF દ્વારા અમદાવાદ રેલવે સ્ટેશન પર વિશેષ અભિયાન ચલાવી નિયમોનું ઉલ્લંઘન કરનાર રીક્ષા ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી. ગઇકાલે કાર્યવાહી દરમિયાન 6 રીક્ષા જપ્ત કરાઇ અને સંબંધિત રીક્ષા ચાલકો સામે રેલવે અધિનિયમની જોગવાઈઓ હેઠળ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી હતી. RPFને રીક્ષા ચાલકો દ...

જાન્યુઆરી 5, 2026 9:32 એ એમ (AM)

views 41

આગામી 11 જાન્યુઆરીએ રાજકોટ ખાતે યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સની તૈયારીઓની નાયબ મુખ્યમંત્રી સમીક્ષા કરશે

આગામી 11 જાન્યુઆરીએ રાજકોટ ખાતે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ યોજાશે. આ કોન્ફરન્સ કચ્છ સૌરાષ્ટ્રના ઉદ્યોગ સાહસિકો માટે પ્રગતિ અને તકોના નવા દ્વાર ખોલવા જઈ રહી છે. આ રિજનલ કોન્ફરન્સ અને તેને સંલગ્ન તૈયારીઓ હાલ પૂરજોશમાં ચાલી રહી છે. જેના અનુસંધાને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે રાજકોટ જિલ્લાની મુ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.