પ્રાદેશિક સમાચાર

જાન્યુઆરી 6, 2026 7:14 પી એમ(PM)

views 21

પીવાના પાણીની યોગ્યતા ચકાસણીના રિપોર્ટ્સ મેળવ્યા બાદ જ પાણી વિતરણ કરવા અધિકારીઓને મુખ્યમંત્રીની સૂચના

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં ટાઈફોઈડના કારણે સર્જાયેલી સ્થિતિની સમીક્ષા માટે ઉચ્ચસ્તરીય બેઠક યોજી. બેઠક દરમિયાન શ્રી પટેલે દર્દીઓની સારવાર, રોગ નિયંત્રણ અને નિવારણ માટેના પગલાઓ વધુ સઘન બનાવવાના નિર્દેશ આપ્યાં. તેમણે ગાંધીનગર સહિત રાજ્યના શહેરી ક્ષેત્રોમાં પીવાના પાણીના નમૂના દરરોજ લઈ તેની...

જાન્યુઆરી 6, 2026 7:13 પી એમ(PM)

views 34

રાજ્યની પોલીસ છેલ્લા 10 મહિનામાં સોશિયલ મીડિયા દ્વારા એક હજાર 163 નાગરિકોની ફરિયાદોનો સુખદ નિકાલ કર્યો

રાજ્યની પોલીસ છેલ્લા 10 મહિનામાં સોશિયલ મીડિયા દ્વારા એક હજાર 163 નાગરિકોની ફરિયાદોનો સુખદ નિકાલ કર્યો. પોલીસે પહેલી માર્ચ 2025ના રોજ સોશિયલ મીડિયા થકી નાગરિકોની રજૂઆતો અને ફરિયાદો સુખદ નિરાકરણ માટે વિશેષ પહેલ “ગુજરાત પોલીસ સોશિયલ મીડિયા દેખરેખ, વિશ્લેષણ અને પ્રણાલીગત નિયંત્રણ- GP-SMASH” શરૂ કરી હતી...

જાન્યુઆરી 6, 2026 7:11 પી એમ(PM)

views 42

શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર યોજના હેઠળ જૂનાગઢના પશુપાલક અરજણ ઓડેદરા રાજ્ય કક્ષાએ પ્રથમ

પશુપાલન રાજ્ય મંત્રી રમેશ કટારાની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે “શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર વિતરણ સમારોહ” યોજાયો.તેમાં રાજ્ય,જિલ્લા અને તાલુકા કક્ષાએ વિજેતા બનેલા 565 શ્રેષ્ઠ પશુપાલકોને કુલ 91 લાખથી વધુની પ્રોત્સાહક રાશિના ચેક અર્પણ કરાયા. સમારોહ દરમિયાન શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર યોજના હેઠળ રાજ્ય કક્ષાએ પ...

જાન્યુઆરી 6, 2026 7:08 પી એમ(PM)

views 36

રાજ્યમાં આગામી પાંચ દિવસ દરમિયાન તાપમાનમાં 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની આગાહી

આગામી 24 કલાક રાજ્યના લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. જોકે ત્યારબાદ પાંચ દિવસ દરમિયાન તાપમાનમાં 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે. તાપમાનમાં વધારો થતાં ઠંડીનું પ્રમાણ થોડું ઘટશે અને લોકોને રાહત મળશે તેમ હવામાન વિભાગના નિયામક ડૉ.એ.કે.દાસે જણાવ્યું.

જાન્યુઆરી 6, 2026 3:26 પી એમ(PM)

views 15

રાજ્યના ત્રણ હજાર 691 નવનિયુક્ત આંગણવાડી કાર્યકર્તાઓની બે દિવસની તાલીમ સંપન્ન થઈ.

રાજ્યના ત્રણ હજાર 691 નવનિયુક્ત આંગણવાડી કાર્યકર્તાઓની બે દિવસની તાલીમ સંપન્ન થઈ. આ સાથે બાળકોના પાયાના શિક્ષણ અને પોષણને નવી ઊર્જા મળશે તેમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે. તાલીમમાં બાળકોના ભણતરમાં ગુણાત્મક બદલાવ પર વિશેષ ભાર અપાયો. હવે, કાર્યકરો આધુનિક શૈક્ષણિક પદ્ધતિઓ દ્વારા બાળકોને રમત-ગમત સાથે પાય...

જાન્યુઆરી 6, 2026 3:25 પી એમ(PM)

views 31

PGVCL દ્વારા વીજચોરી અટકાવવા સુરેન્દ્રનગર જિલ્લાના સુરેન્દ્રનગર શહેર, લીંબડી અને ધ્રાંગધ્રાના ગામોમાં તપાસ હાથ ધરી.

પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ-PGVCL દ્વારા વીજચોરી અટકાવવા સુરેન્દ્રનગર જિલ્લાના સુરેન્દ્રનગર શહેર, લીંબડી અને ધ્રાંગધ્રાના ગામોમાં તપાસ હાથ ધરી. આ દરમિયાન ઘર વપરાશના 3 હજાર 212, વાણિજ્યના 56 અને ખેતીવાડીના 23 સહિત કુલ 3 હજાર 291 વીજ જોડાણોની ચકાસણી કરવામાં આવી. જેમાં 565 વીજ જોડાણોમાં ગેરરીતિ સામ...

જાન્યુઆરી 6, 2026 3:24 પી એમ(PM)

views 42

ભારતીય માનક બ્યૂરો – B.I.S. અમદાવાદનો 79-મો સ્થાપના દિવસ ઉજવાયો

ભારતીય માનક બ્યૂરો – B.I.S. અમદાવાદનો 79-મો સ્થાપના દિવસ ઉજવાયો. IIT ગાંધીનગરના જિબાબેન પટેલ સ્મૃતિ સભાગારમાં BIS સ્થાપના દિવસ અને ગુણવત્તા પરિષદનું આયોજન કરાયું. તેમાં BISની ભૂમિકા અને રાજ્યના ઉદ્યોગોમાં તેની સિદ્ધિને ઉજાગર કરવામાં આવી

જાન્યુઆરી 6, 2026 3:23 પી એમ(PM)

views 21

રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ઓખા–વારાણસી એક્સપ્રેસ ટ્રેનને ઉત્તરપ્રદેશના પ્રયાગ સ્ટેશન પર અસ્થાયી સ્ટોપેજ અપાયું

રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ઓખા–વારાણસી એક્સપ્રેસ ટ્રેનને ઉત્તરપ્રદેશના પ્રયાગ સ્ટેશન પર અસ્થાયી સ્ટોપેજ અપાયું છે. ટ્રેન સંખ્યા 22969 ઓખા–વારાણસી એક્સપ્રેસનું પ્રયાગ સ્ટેશન પર આગમન સમય રાત્રે 11 વાગીને 23 મિનિટે અને પ્રસ્થાન સમય રાત્રે 11 વાગીને 25 મિનિટનો રહેશે. આ વ્યવસ્થા 20 ફેબ્રુઆરી સુધી અમલમાં...

જાન્યુઆરી 6, 2026 3:23 પી એમ(PM)

views 27

ક્રિકેટની વિજય હજારે ટ્રોફી એલિટમાં આજે સૌરાષ્ટ્ર અને સર્વિસિસ વચ્ચે મેચ રમાઈ રહી છે.

ક્રિકેટની વિજય હજારે ટ્રોફી એલિટમાં આજે સૌરાષ્ટ્ર અને સર્વિસિસ વચ્ચે મેચ રમાઈ રહી છે. સૌરાષ્ટ્રની ટીમે પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 50 ઓવરમાં 5 વિકેટે 349 રન કર્યા છે. ટીમના કપ્તાન હાર્વિક દેસાઇએ શાનદાર સદી ફટકારતા 110 રન બનાવ્યા હતા. બીજી તરફ સર્વિસિસના બોલર પુલકિત નારંગે 3 વિકેટ ઝડપી. સર્વિસિસને જી...

જાન્યુઆરી 6, 2026 3:27 પી એમ(PM)

views 27

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ABVPના સૌ કાર્યકર્તાઓ અને વિદ્યાર્થી નેતાઓ આજીવન પોતાની ઉર્જાથી રાજ્ય અને દેશની પ્રગતિમાં સહભાગી રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ABVPના સૌ કાર્યકર્તાઓ અને વિદ્યાર્થી નેતાઓ આજીવન પોતાની ઉર્જાથી રાજ્ય અને દેશની પ્રગતિમાં સહભાગી રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. આણંદમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ – ABVPના 57-મા પ્રદેશ અધિવેશનના ઉદ્ઘાટન સમારોહને સંબોધતા શ્રી સંઘવીએ રાજ્યની કોઈ પણ મહાવિદ્યાલયમાં કેફી ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.