પ્રાદેશિક સમાચાર

જાન્યુઆરી 8, 2026 3:20 પી એમ(PM)

views 27

‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ની અમદાવાદના સાબરમતી રેલવે મથકેથી વેરાવળની વિશેષ ટ્રેનને સાંસદ દિનેશ મકવાણા, મેયર પ્રતિભા જૈને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું.

‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ની ઉજવણી અંતર્ગત અમદાવાદના સાબરમતી રેલવે મથકેથી વેરાવળની વિશેષ ટ્રેનને સાંસદ દિનેશ મકવાણા, મેયર પ્રતિભા જૈને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું.આ વિશેષ ટ્રેનમાં કુલ એક હજાર 292 યાત્રાળુઓએ પવિત્ર સોમનાથની યાત્રાનો આરંભ કર્યો હતો.

જાન્યુઆરી 8, 2026 3:15 પી એમ(PM)

views 28

ગાંધીનગર ખાતે શહેરી વિકાસ મંત્રી કનુ દેસાઈની અધ્યક્ષતામાં “સ્વનિધિ વર્કશોપ અને પુરસ્કાર સમારોહ યોજાયો.

ગાંધીનગર ખાતે શહેરી વિકાસ મંત્રી કનુ દેસાઈની અધ્યક્ષતામાં “સ્વનિધિ વર્કશોપ અને પુરસ્કાર સમારોહ યોજાયો. સમારોહમાં “પીએમ સ્વનિધિ યોજના”ના લાભાર્થીઓને લોન સહાય અને ક્રેડિટ કાર્ડના મંજૂરી પત્રો એનાયત કરાયા. દરમિયાન શ્રી દેસાઇના હસ્તે સ્વદેશી વસ્તુઓના પ્રોત્સાહન માટે “સર્જનથી સમૃદ્ધિ સુધી–આત્મનિર્ભર સખી”...

જાન્યુઆરી 8, 2026 3:11 પી એમ(PM)

views 34

મહીસાગર જિલ્લામાં અસરગ્રસ્ત ખેડૂતોને 95 ટકા સહાય ચૂકવવાની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી.

મહીસાગર જિલ્લામાં અસરગ્રસ્ત ખેડૂતોને 95 ટકા સહાય ચૂકવવાની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. જિલ્લામાં પાક નુકસાની સહાય મેળવવા માટે કુલ 59 હજાર 408 ખેડૂતોએ ઓનલાઈન અરજી કરી હતી વહીવટી તંત્ર દ્વારા સર્વે અને ચકાસણી બાદ અત્યાર સુધીમાં 57 હજાર ખેડૂતોની અરજીઓનો સફળતાપૂર્વક નિકાલ કરી જિલ્લાના ખેડૂતોના ખાતા...

જાન્યુઆરી 8, 2026 3:02 પી એમ(PM)

views 21

અંબાજી મંદિરના પ્રસાદ હવે ઘરે બેઠા મંગાવી શકાશો.

અંબાજી મંદિરના પ્રસાદ હવે ઘરે બેઠા મંગાવી શકાશો. આ અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તો માટે એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે. ટ્રસ્ટની વેબસાઇટ www.ambajitemple.in પર 'અંબાજી પ્રસાદમ કીટ' નામની એક કીટ લોન્ચ કરાઇ છે. આ કીટમાં મોહનથાળ, ચીકી, કંકુના પાઉચ, ચુંદડી, રક્ષા પોટલી અને માતાજીનો થ્રીડી ફોટો સામેલ છે...

જાન્યુઆરી 7, 2026 7:04 પી એમ(PM)

views 39

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 10 તારીખથી રાજ્યના પ્રવાસે – “સોમનાથ સ્વાભિમાન પર્વ”માં વિશેષ ઉપસ્થિત રહેશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 10થી 12 જાન્યુઆરી રાજ્યના પ્રવાસે આવશે. તેઓ આ રવિવારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં દર્શન કરશે. તેમજ આવતીકાલથી 11 તારીખ સુધી યોજાનારા “સોમનાથ સ્વાભિમાન પર્વ”માં ઉપસ્થિત રહેશે. પ્રધાનમંત્રીના કાર્યક્રમ અંગે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું...

જાન્યુઆરી 7, 2026 7:02 પી એમ(PM)

views 73

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા વર્ગ ત્રણની 950 ટૅક્નિકલ જગ્યા માટે ભરતીની જાહેરાત.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા વાયરલેસ અને મોટર ટ્રાન્સપોર્ટ વિભાગ હેઠળ વર્ગ ત્રણની 950 ટૅક્નિકલ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ઉમેદવારો નવથી 29 જાન્યુઆરી સુધી આ માટે ઑનલાઈન અરજી કરી શકશે. સત્તાવાર યાદી મુજબ, વાયરલેસ વિભાગમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટરની 172 અને ટૅક્નિકલ ઑપરેટરની 698 મળી 870 જ...

જાન્યુઆરી 7, 2026 7:00 પી એમ(PM)

views 20

અમદાવાદ અને સુરતમાંથી કેફી પદાર્થ સાથે ચાર લોકોની ધરપકડ.

સુરત S.O.G પોલીસે કેફી પદાર્થ સાથે ત્રણ લોકોની ધરપકડ કરી છે. પુણા વિસ્તારમાં ચાલતી એક પ્રયોગશાળામાંથી આ ત્રણેય લોકો કેફી પદાર્થનું વેચાણ કરતા હતા. SOGએ તમામ સામાન કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું SOGના DCP રાજદીપસિંહ નકુમે જણાવ્યું. બીજી તરફ, અમદાવાદના વેજલપુર વિસ્તારમાંથી 504 ગ્રામ કેફી પદા...

જાન્યુઆરી 7, 2026 6:59 પી એમ(PM)

views 17

દીવમાં ખેલો ઇન્ડિયા બીચ ગૅમ્સની બીચ સોકર સ્પર્ધામાં હિમાચલ પ્રદેશ સામે દાદરા અને નગરહવેલી તથા દમણ અને દીવનો વિજય.

કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં આયોજિત ખેલો ઇન્ડિયા બીચ ગૅમ્સની બીચ સોકર રમતમાં દાદરા અને નગરહવેલી તથા દમણ અને દીવની ટીમનો વિજય થયો છે. દીવના સુંદર બીચ ઍરેના ખાતે રમાયેલી મૅચમાં ટીમે હિમાચલ પ્રદેશને 15—1થી હરાવ્યું હતું. ટીમના સુકાના જય નિતેશ હલપટ્ટીએ ભવ્ય પ્રદર્શન કર્યું હતું. દાદરા અને નગર હવેલી અને દમ...

જાન્યુઆરી 7, 2026 2:14 પી એમ(PM)

views 32

મહેસાણા જિલ્લામાં રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત ગંભીર બીમારી ધરાવતા 300થી વધુ બાળકો શોધી કાઢવામાં આવ્યા.

મહેસાણા જિલ્લામાં રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત ગંભીર બીમારી ધરાવતા 300થી વધુ બાળકો શોધી કાઢવામાં આવ્યા છે. જેમાં જન્મજાત હદય રોગની ખામી ધરાવતા 264 બાળકો મળી આવ્યા. જેમાંથી હદય રોગની ગંભીર બીમારી ધરાવતા 64 બાળકોની અમદાવાદની હોસ્પિટલમાં એક કરોડ 28 લાખ રૂપિયાના ખર્ચે સર્જરી કરી તેમને સ્વસ્...

જાન્યુઆરી 7, 2026 2:14 પી એમ(PM)

views 22

સુરત S.O.G પોલીસે કેફી પદાર્થ બનાવવાની પ્રયોગશાળા પકડી પાડી.

સુરત S.O.G પોલીસે કેફી પદાર્થ બનાવવાની પ્રયોગશાળા પકડી પાડી છે. પુણા વિસ્તારમાં ચાલતી આ પ્રયોગશાળામાં ત્રણ લોકો કેફી પદાર્થ બનાવી તેનું વેચાણ કરતા હતા. આ અંગેની માહિતી મળતા SOG પોલીસે પ્રયોગશાળામાંથી તમામ સામાન કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.