રાષ્ટ્રીય

જુલાઇ 25, 2024 2:27 પી એમ(PM)

views 49

જમ્મુ કાશ્મીર પોલીસે કઠુઆ આતંકી હુમલામાં સંડોવાયેલા જૈશ-એ- મોહમ્મદના બે સુત્રધારોની ધરપકડ કરી છે

જમ્મુ કાશ્મીર પોલીસે કઠુઆ આતંકી હુમલામાં સંડોવાયેલા જૈશ-એ-મોહમ્મદના બે સુત્રધારોની ધરપકડ કરી છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, આ બે આતંકવાદી સુત્રધારોની પૂછપરછ કરવામાં આવી રહી છે. તેઓ આતંકવાદીઓને વ્યૂહાત્મક અને અન્ય સહાય પૂરી પાડવામાં સંડોવાયેલા વધુ લોકો વિશે માહિતી આપે તેવી શક્યતા છે.ગત 10 જુલાઈએ...

જુલાઇ 25, 2024 2:24 પી એમ(PM)

views 30

દિલ્હીની રાઉઝ એવન્યુ અદાલતે આજે  કથિત દારૂ નીતિ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી 8મી ઓગસ્ટ સુધી લંબાવી છે

દિલ્હીની રાઉઝ એવન્યુ અદાલતે આજે  કથિત દારૂ નીતિ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી 8મી ઓગસ્ટ સુધી લંબાવી છે. CBI દ્વારા શ્રી કેજરીવાલને તિહાર જેલમાંથી વીડિયો કોન્ફરન્સ દ્વારા અદાલતમાં રજૂ કરાયા હતા. ઉલ્લેખનીય છેકે સર્વોચ્ચ અદાલતે ED દ્વારા દાખલ કરાયેલા મની લોન્ડરિંગ કેસમાં ...

જુલાઇ 25, 2024 2:18 પી એમ(PM)

views 33

ગઈકાલે લોકસભામાં બજેટ પરની ચર્ચામાં ભાજપના સભ્ય અભિજીત ગંગોપાધ્યાયે કરેલી ટિપ્પણી સામે કોંગ્રેસ અને ટીએમસીએ વાંધો ઉઠાવ્યો છે

આજે સંસદના બજેટ સત્રનાં ચોથા દિવસની કામગીરીનો પ્રારંભ થયો છે.ગઈકાલે લોકસભામાં બજેટ પરની ચર્ચામાં ભાજપના સભ્ય અભિજીત ગંગોપાધ્યાયે કરેલી ટિપ્પણી સામે કોંગ્રેસ અને ટીએમસીએ વાંધો ઉઠાવ્યો છે. આજે સવારે ગૃહ મળ્યું ત્યારે કોંગ્રેસ અને ટીએમસીના સભ્યોએ શ્રી ગંગોપાધ્યાય સામે પગલાં લેવાની માગણી કરી હતી. લોકસભા...

જુલાઇ 25, 2024 2:04 પી એમ(PM)

views 46

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે કારગિલ વિજય દિવસ નિમિત્તે કારગિલ યુદ્ધ સ્મારકની મુલાકાત લઈ શહીદોને શ્રદ્ધાંજલી અર્પણ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે કારગિલ વિજય દિવસ નિમિત્તે કારગિલ યુદ્ધ સ્મારકની મુલાકાત લઈ શહીદોને શ્રદ્ધાંજલી અર્પણ કરશે. દરમિયાન તેઓ શિનકુલ લા ટનલના કામકાજનો પ્રારંભ કરાવશે. 4.1 કિલોમીટર લાંબી આ ટ્યૂબ ટનલ લેહમાં પ્રતિકૂળ હવામાન દરમિયાન વાહનવ્યહાર માટે નિમૂ-પદુમ-દારચારોડ પર અંદાજે 15 હજાર, 500 ...

જુલાઇ 25, 2024 11:39 એ એમ (AM)

views 24

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીઆ મહિનાની 28મી તારીખે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીઆ મહિનાની 28મી તારીખે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે. 28મી જુલાઇએ પ્રસારિત થનારી આ 112મી કડી હશે. મન કી બાત કાર્યક્રમ માટે લોકોએ તેમના વિચારો અને સૂચનો શુક્રવાર 26 તારીખ સુધીમાં મોકલવાના રહેશે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી મોદીએ...

જુલાઇ 25, 2024 11:29 એ એમ (AM)

views 34

ભારતીય વાયુસેનાની 29 અગ્નિવીર વાયુ મહિલાઓ પહેલીવાર મહિલા ડ્રીલ ટુકડી બનાવવા એક જૂથ થઈ

ભારતીય વાયુસેનાની 29 અગ્નિવીર વાયુ મહિલાઓ પહેલીવાર મહિલા ડ્રીલ ટુકડી બનાવવા એક જૂથ થઈ છે. આ ટુકડી 26 જુલાઈના રોજ કારગીલ વિજય દિવસ પર ઈન્ડિયા ગેટ ખાતે પ્રદર્શન કરશે. ભારતીય વાયુસેનાએ નાગરિકોને આ પ્રદર્શનનો ભાગ બનવા માટે આમંત્રિત કર્યા છે, જેમાં તાકાત, એકતાના પ્રદર્શન સાથે એરફોર્સ બૅન્ડનું વિશેષ પર્ફો...

જુલાઇ 25, 2024 11:18 એ એમ (AM)

views 35

બ્રિટન સાથે દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા ભારત પ્રતિબધ્ધ છે – પ્રધાનમંત્રી

બ્રિટન સાથે દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા ભારત પ્રતિબધ્ધ છે એમ ગઈકાલે નવી દિલ્હીમાં વિદેશ સચિવ ડેવિડ લેમી સાથેની બેઠક બાદ પ્રધાનમંત્રીએ આમ જણાવ્યું હતું. શ્રી મોદીએ બંને દેશો માટે લાભદાયી મુક્ત વેપાર સંધિને પૂર્ણ કરવાની ઇચ્છાનું સ્વાગત કર્યું હતું. કેન્દ્રીય વિદેશ મંત્રી ડૉક્ટર સુબ્રમણ્યમ જયશ...

જુલાઇ 24, 2024 8:11 પી એમ(PM)

views 32

માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, સરકાર બનાવટી અને ભ્રામક માહિતીના ફેલાવાને નિયંત્રિત કરવા માટે તમામ સંભવિત પગલાં લેવા માટે પ્રતિબદ્ધ છે

માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિનીવૈષ્ણવે જણાવ્યું હતું કે, સરકાર બનાવટી અને ભ્રામક માહિતીનાફેલાવાને નિયંત્રિત કરવા માટે તમામ સંભવિત પગલાં લેવા માટે પ્રતિબદ્ધ છે. આવાસમાચાર દેશની લોકશાહીને નબળી બનાવી શકે છે અને સમાજમાં તિરાડ ઊભી કરે છેઆજે લોકસભામાં એક લેખિત જવાબમાં શ્રી વૈષ્ણવે જણાવ્યુંહતું કે વિવિધ ...

જુલાઇ 24, 2024 2:24 પી એમ(PM)

views 34

સરકારે વર્ષ 2024-25માં એક હજાર મિલિયન ટનથી વધુ કોલસાના ઉત્પાદનનો લક્ષ્યાંક રાખ્યો છે

સરકારે વર્ષ 2024-25માં એક હજાર મિલિયન ટનથી વધુ કોલસાના ઉત્પાદનનો લક્ષ્યાંક રાખ્યો છે. કેન્દ્રીય કોલસા મંત્રાલયે જણાવ્યા પ્રમાણે 19મી જુલાઈ સુધીમાં, કોલસાનું ઉત્પાદન 294 મિલિયન ટનથી વધુનું થયું છે જે ગયા વર્ષની સરખામણીમાં લગભગ 11 ટકા વધુ છે.કોલસા મંત્રાલયે ઉર્જા અને ખાતર ક્ષેત્રની સૂચિત કિંમતો પર કોલ...

જુલાઇ 24, 2024 2:14 પી એમ(PM)

views 40

અંદાજપત્ર ભેદભાવપૂર્ણ હોવાના વિપક્ષના આરોપોને નાણામંત્રી નિર્મલા સીતારમણે ફગાવ્યા

ઇન્ડિયા બ્લૉકના નેતાઓએ અંદાજપત્રમાં વિપક્ષ શાસિત રાજ્યોને ભંડોળની ફાળવણીને ભેદભાવપૂર્ણ ગણાવતા સંસદ બહાર વિરોધ પ્રદર્શિત કર્યો હતો. વિપક્ષ તમામ રાજ્યો સાથે સમાન વ્યવહાર થાય તેવી માગ કરી રહ્યો છે. પત્રકારો સાથેની વાતચીતમાં કૉંગ્રેસના નેતા મલ્લિકા અર્જૂન ખડગેએ કહ્યું કે જો સરકાર વિપક્ષની સત્તા હોય તેવા...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.