કેનેડાના વિદેશ મંત્રી અનિતા આનંદ આજથી બે દિવસના ભારત પ્રવાસે આવશે. તેઓ આવતીકાલે વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર અને કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રી જયંત ચૌધરી સાથે મુલાકાત કરશે.
દરમિયાન, ભારતમાં કેનેડાના રાજદૂત ક્રિસ્ટોફર કુટરે જણાવ્યું કે કેનેડા પ્રસ્તાવિત મુક્ત વેપાર કરાર, વધુ રોકાણ અને બંને દેશો વચ્ચે લોકોની અવરજવરમાં વધારો કરીને ભારત સાથે દ્વિપક્ષીય વેપારને મજબૂત બનાવવા માંગે છે.