તમિલનાડુ, પુડુચેરી અને પશ્ચિમ બંગાળમાં પાંચ વિધાનસભા બેઠકો અને આસામની એક લોકસભા બેઠક ની પેટાચૂંટણી માટે મતગણતરી ચાલી રહી છે.
દરમિયાન પુડુચેરીમાં થટ્ટનચાવાડી વિધાનસભા પેટાચૂંટણી માટે મતગણતરી પૂર્ણ થઈ ગઈ છે. આ બેઠક પર ઓલ ઈન્ડિયા એનઆર કોંગ્રેસના ઉમેદવાર અશોક આનંદે 8 હજાર 482 મતોથી વિજય મેળવ્યો છે.
તમિલનાડુ વિધાનસભાની મદુરંતકમ અને ધારાપુરમ પેટાચૂંટણીમાં, શાસક ટીવીકે પાર્ટી બંને બેઠકો પર આગળ ચાલી રહી છે.