ભારતીય બેડમિન્ટન ટીમ આજે ઇજિપ્તના કૈરોમાં યોજાનારી BWF વર્લ્ડ જુનિયર મિક્સ્ડ ટીમ ચેમ્પિયનશિપમાં પોતાના અભિયાનની શરૂઆત કરશે.
આ વર્ષે ભારતીય ટીમનું નેતૃત્વ તન્વી પત્રી કરી રહી છે, જેમણે હાલમા બેડમિન્ટન એશિયા જુનિયર ચેમ્પિયનશિપમાં અંડર-17 ગર્લ્સ સિંગલ્સનો ખિતાબ જીત્યો છે.
ભારતને પેરુ અને અલ્જીરિયાની સાથે ગ્રુપ D1માં રાખવામાં આવ્યું છે. ભારતીય ટીમ આજે અલ્જીરિયા સામે અને આવતીકાલે પેરુ સામે મેચ રમશે.
10 ઓક્ટોબરે કૈરોમાં પૂરી થનાર આ સ્પર્ધામા 47 ટીમો ભાગ લઈ રહી છે.
આ મિશ્ર ટીમ ચેમ્પિયનશિપ પછી વ્યક્તિગત BWF વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશિપ આ મહિનાની 11થી 17મી તારીખ સુધી કૈરોમા જ રમાશે.