સપ્ટેમ્બર 11, 2026 1:59 પી એમ(PM)

printer

ભારતના યજમાન પદે બ્રિક્સ સમિટનો આવતીકાલથી નવી દિલ્હીમાં આરંભ – બ્રિક્સ દેશોના વડાઓનું નવી દિલ્હીમાં આગમન.

નવી દિલ્લીમાં ભારત મંડપમ ખાતે આવતીકાલે 18 મી બ્રિક્સ બેઠક શરૂ થશે. દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા અને યુગાન્ડાના ઉપપ્રમુખ જેસિકા અલુપો આ બેઠકમાં હાજરી આપવા માટે નવી દિલ્હી પહોંચ્યા છે. કેન્દ્રીય મંત્રી જયંત સિંહે એરપોર્ટ પર બંને નેતાઓનું સ્વાગત કર્યું હતું. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, ભારત અને દક્ષિણ આફ્રિકા વ્યૂહાત્મક ભાગીદારીમાં ઐતિહાસિક સંબંધો ધરાવે છે.

દરમિયાન, નાઇજીરીયાના વિદેશ મંત્રી બિઆન્કા ઓડુમેગ્વુ-ઓજુકવુ અને ઉરુગ્વેના વિદેશ મંત્રી મારિયો લુબેટકીન પણ સમિટમાં હાજરી આપવા માટે નવી દિલ્લી પહોંચ્યા છે. શ્રી લુબેટકીન બ્રિક્સ સમિટમાં લેટિન અમેરિકન અને કેરેબિયન રાજ્યોના સમુદાયનું પ્રતિનિધિત્વ કરશે.

 

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.