બોટાદ માર્કેટ યાર્ડ આગામી દિવાળીના તહેવાર નિમિત્તે સાતથી 13 તારીખ સુધી બંધ રહેશે. જ્યારે 14 નવેમ્બરે લાભપાંચમના દિવસથી યાર્ડમાં રાબેતા મુજબ હરાજી શરૂ કરાશે.
જ્યારે મહેસાણા ખેતીવાડી ઉત્પન બજાર સમિતિમાં આવતીકાલથી 13 મી નવેમ્બર સુધી દિવાળી વેકેશન જાહેર કરાયું. માર્કેટયાર્ડ દ્વારા જણાવાયું છે કે દિવાળી ની રજાઓ દરમ્યાન ખેડૂતો ખેતપેદાશો ના વેચાણ માટે ન આવે. આ સમયગાળા દરમિયાન દિવેલા, રાયડો,અડદ અને ઘઉં સહિતનું વેચાણ બંધ રાખવામાં આવ્યું છે.