ઓગસ્ટ 21, 2026 8:51 એ એમ (AM)

printer

બોડેલી ખાતે સ્વસ્થ નારી, સશક્ત સમાજના સંદેશ સાથે અનોખી સાડી દોડમાં મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે “દોડ છોટાઉદેપુર 2.0” અંતર્ગત અનોખી સાડી દોડ’નું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વસ્થ નારી, સશક્ત સમાજ”ના સંદેશ સાથે યોજાયેલી આ દોડમાં યુવતીઓથી લઈને સિનિયર સિટીઝન મહિલાઓ સુધી મોટી સંખ્યામાં મહિલાઓ ઉત્સાહભેર જોડાઈ હતી. સાડી દોડના માધ્યમથી મહિલા સ્વાસ્થ્ય, ફિટનેસ અને મહિલા સશક્તિકરણનો સંદેશ આપવામાં આવ્યો હોવાનું કલેક્ટર ગાર્ગી જૈને જણાવ્યું હતું કે,બોડેલી ખાતે સાડી દોડના આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આશરે 1500 જેટલી મહિલાઓ સાડી પહેરીને બહુ ઉત્સાહ સાથે દોડ્યા હતા અને સાત આઠ વર્ષથી ની દીકરીથી 17 વર્ષ સુધીની મહિલા જે છે એકદમ ઉત્સાહપૂર્વક બહુ ફાસ્ટ સ્પીડમેં બધા બહુ સારી રીતે દોડમાં પાર્ટીસિપેટ કર્યું હતું અને સાડી દોડ આપને એક સંદેશ આપે છે કે એક પણ રીતની વસ્તુ નથી જે મહિલાઓ કરી શકતા નથી.