ભાજપના મહિલા સાંસદોના એક પ્રતિનિધિમંડળે આજે લોકસભા સ્પીકર ઓમ બિરલા સાથે મુલાકાત કરી હતી અને જેએનયુમાં કથિત જાતીય સતામણી કેસના સંદર્ભમાં કોંગ્રેસના સાંસદ બિમોલ અકોઇજામ અંગે એક મેમોરેન્ડમ સુપરત કર્યું.
પત્રકારો સાથે વાત કરતા, ભાજપના સાંસદ દગ્ગુબતી પુરંદેશ્વરીએ જણાવ્યું હતું કે, જેએનયુની આંતરિક સમિતિએ કોંગ્રેસના સાંસદને દોષિત ઠેરવ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે, પ્રતિનિધિમંડળે સ્પીકરને આ મામલો એથિક્સ કમિટીને મોકલવા અને કોંગ્રેસના સાંસદને હજુ પણ લોકસભાના સભ્ય તરીકે ચાલુ રાખવા જોઈએ કે કેમ તેની તપાસ કરવા વિનંતી કરી હતી.