નવી દિલ્હીમાં બહુપક્ષિય તકનિકી અને આર્થિક સહકાર માટે બંગાળની ખાડીની પહેલ, BIMSTEC ગૃહ મંત્રીઓની બેઠક યોજાઇ છે. આ ઐતિહાસિક બેઠક આતંકવાદ, આંતરરાષ્ટ્રિય સંગઠિત અપરાધ, નાર્કોટિક્સ, કટ્ટરપંથી, માનવ તસ્કરી, ગેરકાયદેસર નાણાકીય પ્રવાહ અને સાયબર પડકારોને પહોંચી વળવા સામૂહિક પ્રતિબદ્ધતાને દર્શાવે છે.
આ પ્રસંગે બોલતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે BIMSTEC પ્રાદેશિક એકીકરણ, આર્થિક સહયોગ અને સામૂહિક સુરક્ષા માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ તરીકે ઉભરી આવ્યું છે. તેમણે કહ્યું કે ભારત હંમેશા વસુધૈવ કુટુમ્બકમના સિદ્ધાંત દ્વારા સંચાલિત શાંતિ અને માનવ કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે.
શ્રી શાહે પુનરોચ્ચાર કર્યો કે ભારત તમામ દેશોની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનું સન્માન કરે છે અને વિવાદોના શાંતિપૂર્ણ ઉકેલમાં વિશ્વાસ રાખે છે.