ઓક્ટોબર 12, 2026 9:14 એ એમ (AM)

printer

અમદાવાદમાં વાઇબ્રન્ટ ગુજરાત નવરાત્રી મહોત્સવનો આરંભ કરાવતા મુખ્યમંત્રીએ સાંસ્કૃતિક વિરાસતનું જતન કરવા, સ્વચ્છતા જાળવવા નાગરિકોને અનુરોધ કર્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવ-2026નો ગઇકાલે મોડી સાંજે આરંભ કરાવ્યો હતો. આ પ્રસંગે ‘આહ્વાન મા આદ્યશક્તિ’ની થીમ પર 800થી વધુ કલાકારોએ ગુજરાતની લોકસંસ્કૃતિ, શક્તિ ઉપાસના, સંગીત, નૃત્ય અને આધ્યાત્મિક પરંપરાનું નિરૂપણ કરતી સાંસ્કૃતિક પ્રસ્તુતિ કરી હતી. મુખ્યમંત્રીએ ગુજરાતની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસતનું જતન કરવા, સ્વચ્છતા જાળવવા તથા માતાઓ-બહેનો અને દીકરીઓની સુરક્ષા અને સન્માનના સંકલ્પ સાથે નવરાત્રિ પર્વની ઉજવણી કરવા નાગરિકોને અનુરોધ કર્યો હતો.

વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવ-2026 અંતર્ગત આ વર્ષે ખાસ તૈયાર કરાયેલી બાળનગરીમાં ટીવી સ્ટુડિયો, ફોટો સ્ટુડિયો અને એફએમ સ્ટુડિયો સહિતની વિવિધ સર્જનાત્મક તથા મનોરંજક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, વિવિધ પ્રકારના ફૂડ સ્ટોલ્સ અને હસ્તકલા બજાર પણ મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.