રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી વાઇબ્રન્ટ સમિટમાં વધુને વધુ રોકાણકારો ગુજરાતમાં રોકાણ માટે આવે તેવા આશય સાથે ઉચ્ચસ્તરિય પ્રતિનિધિમંડળ સાથે અમેરિકાના વિવિધ રાજ્યોના પ્રવાસે છે.
આ અંતર્ગત તેમણે વોશિંગ્ટનમાં ગુજરાતના ઉદ્યોગકારો સાથે ચર્ચા કરી હતી. તેમણે કહ્યું હતું કે,ગુજરાત રોકાણમાટે વૈશ્વિક હબ બન્યું છે.ગુજરાતમાં જેટલા બને એટલા વધારે ઇન્વેસ્ટ આવે એના માટેનું વાઇબ્રન્ટ સાહેબે 2003થી શરૂ કરેલું ને એનો લાભ આપણને ગુજરાતને મળ્યો છે. નવા સેક્ટરો છે ગ્રીન ગ્રોથ ઉપર છે તે એની અંદર ઇન્વેસ્ટ વધારવા માટે આ વખતે અહિયાં અગાડી એક સિલિકોન વેલીમાં તો અમારી બધી મીટિંગો સારી ગઈ છે પણ તમારા બધાએ જે અહિયાં અગાડી જેમ તમે કમાવો છો તો એક એક હવે ગિફ્ટ સિટી બી છે છેવટે એમ બીજે ક્યાય નહી તો ગિફ્ટ સિટીમાં ઇન્વેસ્ટ કરી શકાય .
Site Admin | ઓગસ્ટ 20, 2026 10:30 એ એમ (AM)
વોશિગ્ટનના ઉદ્યોગકારોને ગુજરાતમાં રોકાણ કરવા માટે મુખ્યમંત્રીએ આહવાન કર્યુ – વિશ્વ બેંકનો સહયોગને પણ આવશ્યક ગણાવ્યો