ઓક્ટોબર 17, 2026 8:55 એ એમ (AM)

printer

મુખ્યમંત્રીએ અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસવે, ઇન્ટરનેશનલ એરપોર્ટ, ભીમનાથ-ધોલેરા લોજિસ્ટિક હબ લાઇન અને સેમી હાઇ-સ્પીડ રેલવે પ્રોજેક્ટ્સની કામગીરીની સમીક્ષા કરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસવે, ઇન્ટરનેશનલ એરપોર્ટ, ભીમનાથ-ધોલેરા લોજિસ્ટિક હબ લાઇન અને સેમી હાઇ-સ્પીડ રેલવે પ્રોજેક્ટ્સની સમીક્ષા કરી. ઉચ્ચ અધિકારીઓ સાથેની બેઠકમાં મુખ્યમંત્રીએ ધોલેરા SIR ખાતે મહત્વપૂર્ણ ઔદ્યોગિક, સામાજિક અને શહેરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની પ્રગતિની વિસ્તૃત સમીક્ષા કરી હતી.

આ ઉપરાંત મુખ્યમંત્રીએ લોથલ ખાતે નિર્માણાધીન નેશનલ મેરિટાઈમ હેરિટેજ કોમ્પલેક્ષની મુલાકાત લઈ સંકૂલની કામગીરી સમયબદ્ધ રીતે પૂર્ણ થાય તે અંગે અધિકારીઓ સાથે ચર્ચા કરી તેમને માર્ગદર્શન આપ્યું હતું.