મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદના મેમનગર ખાતે પંડિત
દીનદયાળ સમુત્કર્ષ સંસ્થા દ્વારા સંચાલિત પંડિત દીનદયાળ ઉપાધ્યાય
લાઇબ્રેરીની મુલાકાત લીધી તેમજ સંસ્થાના ટ્રસ્ટીઓ સાથે વિવિધ પ્રવૃત્તિઓ અંગે પરિસંવાદ કર્યો.
પૂજ્ય નાનાજી દેશમુખની પ્રેરણા અને પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીના અંત્યોદય અને રાષ્ટ્રનિર્માણના વિચારો સાથે કાર્યરત
આ કેન્દ્ર વિદ્યાર્થીઓને 24 કલાક અભ્યાસ, બાયોમેટ્રિક હાજરી તેમજ આધુનિક વ્યવસ્થાઓ સાથે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે ઉત્તમ માહોલ પૂરું પાડી રહ્યું છે.