નવેમ્બર 15, 2026 9:42 એ એમ (AM)

printer

ભાવનગરમાં માર્કેટિંગ યાર્ડના નામે બે કરોડ રૂપિયાની છેતરપિંડી કરનાર ત્રણ શખ્સની ધરપકડ

ભાવનગરમાં માર્કેટિંગ યાર્ડના નામે બનાવટી બેંક એકાઉન્ટ અને પેઢીઓ ઊભી કરી બે કરોડ રૂપિયાની હેરાફેરીનું કૌભાંડ સામે આવ્યું છે. પાલીતાણા અને તળાજા તાલુકાના માર્કેટિંગ યાર્ડનાં બનાવટી લેટરપેડનો ઉપયોગ કરીને લાખો રૂપિયાના વ્યવહાર કરાતાં હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

આ સમગ્ર મામલે SOG પોલીસે તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસના આધારે ત્રણ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.