ભાવનગરમાં થયેલા લઠ્ઠાકાંડમાં 14 નિર્દોષના ભોગ લેનાર પ્રકરણમાં સ્ટેટ મોનિટરિંગ સેલ – SMCએ 42 આરોપી સામે એક લાખથી વધુ પાનાંની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી છે. SMC દ્વારા આ ચાર્જશીટમાં મની ટ્રેલ, સીસીટીવી ફૂટેજ, કોલ રેકોર્ડિંગ અને કોલ ડિટેઇલ રેકોર્ડ સહિત ટેકનિકલ પુરાવાઓ સામેલ કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, આ લઠ્ઠાકાંડના તાર ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, દિલ્હી અને હરિયાણા સુધી હોવાનું સામે આવ્યું હતું. જેમાં તપાસ દરમિયાન પોલીસે કુલ 42 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જ્યારે હજુ પણ આ ગુનામાં 10 જેટલા આરોપીઓ વોન્ટેડ છે.