નવેમ્બર 5, 2026 2:24 પી એમ(PM)

printer

ભરૂચના ઝઘડિયામાં આવેલ GETCOના 66 KV રાંદેરી સબ-સ્ટેશનમાં ભીષણ આગ લાગી

ભરૂચના ઝઘડિયામાં આવેલ GETCOના 66 KV રાંદેરી સબ-સ્ટેશનમાં ભીષણ આગ લાગી હતી. આગ લાગતા જ સબ-સ્ટેશનમાં દહેશત ફેલાઇ ગઇ હતી. આગના કારણે આસપાસના વિસ્તારમાં તકેદારીના પગલાં લેવાયા હતાં. આગની ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક દોડી આવી હતી. ચાર ફાયર બ્રિગેડની ટીમો આગ બુઝાવવાની કામગીરીમાં જોડાઈ હતી.. આગને કારણે સબસ્ટેશનમાંથી વિજ પુરવઠો બંધ થઇ જતાં આસપાસના વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો.