બાંગ્લાદેશમાં, 35 વર્ષના અંતરાલ પછી, રાષ્ટ્રપતિની ચૂંટણી માટે આજે બપોરે 2 થી સાંજે 5 વાગ્યા સુધી સંસદમાં મતદાન થશે.
શાસક પક્ષ BNP ના નેતા મિર્ઝા ફખરુલ ઇસ્લામ આલમગીર અને 11-પક્ષીય વિપક્ષી ગઠબંધનના ઉમેદવાર કર્નલ ઓલી અહેમદ વચ્ચે મતદાન થશે. નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ કાલે સાંજે બંગભવનના દરબાર હોલમાં બાંગ્લાદેશના નવા રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે.
પદભ્રષ્ટ પ્રધાનમંત્રી પ્રધાન શેખ હસીનાના નજીકના સહયોગી મોહમ્મદ શહાબુદ્દીને ગયા મહિને સ્વાસ્થ્યના કારણોસર તેમનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરતા પહેલા રાજીનામું આપી દેતાં રાષ્ટ્રપતિની ચૂંટણી જરૂરી બની હતી.
Site Admin | ઓગસ્ટ 20, 2026 8:50 એ એમ (AM)
બાંગ્લાદેશમાં, 35 વર્ષ બાદ આજે રાષ્ટ્રપતિની ચૂંટણી