બલૂચ નેશનલ મૂવમેન્ટ (BNM) એ નેધરલેન્ડના યુટ્રેક્ટ શહેરમાં એક વિરોધ પ્રદર્શન કર્યું, જેમાં બલૂચિસ્તાનમાં પાકિસ્તાની દળો દ્વારા ચાલી રહેલા દમન, હજારો લોકોના બળજબરીથી ગુમ થવા, હત્યાઓ અને અન્ય ગંભીર માનવાધિકાર ઉલ્લંઘન બાબતે આંતરરાષ્ટ્રીય સ્તરે ધ્યાન દોરવામાં આવ્યું હતું .
બળજબરીથી ગુમ થયેલા લોકોના આંતરરાષ્ટ્રીય દિવસ નિમિત્તે યોજાયેલા પ્રદર્શનમાં રાજકીય કાર્યકરોએ પીડિતો અને તેમના પરિવારો સાથે હોવાની લાગણી વ્યક્ત કરી હતી.
પ્રદર્શનકારીઓએ બળજબરીથી ગુમ થયેલા લોકોના ફોટોગ્રાફ્સ અને બેનરો અને પ્લેકાર્ડ સાથે પ્રદર્શન કરી ન્યાયની માંગણી કરી હતી. બલુચિસ્તાનમાં બળજબરીથી ગુમ થવાના બનાવોને તાત્કાલિક બંધ કરવાની અપીલ કરી હતી.