જુલાઇ 2, 2024 8:02 પી એમ(PM)

views 58

રાજ્યના હવામાન વિભાગે આવતીકાલે અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, વડોદરા, મહિસાગર સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી

રાજ્યના હવામાન વિભાગની આગાહી મુજબ, આવતીકાલે અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, વડોદરા, મહિસાગર સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે. ગાંધીનગરના રાજ્ય આપાતકાલીન સંચાલન કેન્દ્રના જણાવ્યા મુજબ, સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીમાં 169 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો. સૌથી વધારે 9 ઇંચ બનાસકાંઠાના લા...

જુલાઇ 2, 2024 7:59 પી એમ(PM)

views 84

દક્ષિણ બ્રાઝિલમાં ભારે પૂરને પગલે 179 લોકોનાં મૃત્યુ

દક્ષિણ બ્રાઝિલમાં ભારે પૂરને પગલે 179 લોકોનાં મૃત્યુ થયા છે, જ્યારે 33 લોકો ગૂમ થયાના અહેવાલ છે. સ્થાનિક એજન્સી અનુસાર દક્ષિણ બ્રાઝિલના રિયો ગ્રાન્દે દો સુલનો 90 ટકા વિસ્તાર પૂરને પગલે પ્રભાવિત છે. દક્ષિણ પ્રાંતમાં આવેલી નદી બેકાબૂ થતાં પૂરના પાણી રહેણાંક વિસ્તારોમાં ઘૂસી ગયા હતા, જ્યારે કેટલાક સ્થળ...

જુલાઇ 2, 2024 7:57 પી એમ(PM)

views 68

ભારતીય જનતા પક્ષના સાંસદ બાંસુરી સ્વરાજે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સામે ખોટા નિવેદનો કરવાનો આરોપ મૂક્યો

ભારતીય જનતા પક્ષના સાંસદ બાંસુરી સ્વરાજે આજે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના નિવેદન અંગે નોંધ રજૂ કરતા રાહુલ ગાંધી સામે ખોટા નિવેદનો કરવાનો આરોપ મૂક્યો હતો. તેમણે કહ્યું કે શ્રી ગાંધીની કેટલીક ટિપ્પણીઓ તથ્યાત્મક રીતે ખોટીઅને ભ્રામક છે, અને આ અંગે જરૂરી કાર્યવાહી થવી જોઈએ. દરમિયાન રાહુલ ગાંધીએ ...

જુલાઇ 2, 2024 7:53 પી એમ(PM)

views 62

દિલ્હીના કડક઼ડડૂમા અદાલત પરિસરમાં ત્રણ નવા ભવનોના નિર્માણના શિલાન્યાસ પ્રંસગે સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચૂડે સંબોધન કર્યું

સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચૂડે એક નિવેદનમાં ન્યાયપાલિકાના આધારભૂત સિદ્ધાંતો તરીકે ન્યાય અને સમાનતા પર ભાર મૂક્યો છે.દિલ્હીના કડક઼ડડૂમા અદાલત પરિસરમાં ત્રણ નવા ભવનોના નિર્માણના શિલાન્યાસ પ્રંસગે તેઓ બોલી રહ્યા હતા. મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે અદાલત માત્ર ઇંટ-પથ્થરોથી નહીં, પરંતુ લ...

જુલાઇ 2, 2024 7:49 પી એમ(PM)

views 73

ટી20 વિશ્વકપ વિજેતા ભારતીય ટીમ આવતીકાલે બારબાડોસથી દેશ પરત આવશે

ટી20 વિશ્વકપ વિજેતા ભારતીય ટીમ આવતીકાલે બારબાડોસથી દેશ પરત ફરી રહી છે. બારબાડોસમાં ચક્રવાતની સ્થિતને કારણે હવાઈ સેવાઓ સહિતની સેવાઓ અવરોધાતા, ભારતીય ટીમના પરત ફરવામાં વિલંબથયો છે. અગાઉ નિર્ધારિત સમય પ્રમાણે ભારતીય ટીમ ગઈકાલે સવારે અગિયાર વાગ્યે પરતફરવાની હતી. અમેરિકાના રાષ્ટ્રીય ચક્રવાત કેન્દ્રના અહે...

જુલાઇ 2, 2024 7:47 પી એમ(PM)

views 59

નીટ પરીક્ષા ગેરરીતિ  સંદર્ભે પંચમહાલના ગોધરામાં સતત આઠમા દિવસે તપાસ યથાવત

નીટ પરીક્ષા ગેરરીતિ  સંદર્ભે પંચમહાલના ગોધરામાં સતત આઠમા દિવસે તપાસ યથાવત રહી છે. સીબીઆઈએ  ગોધરાની જય જલારામ શાળાનાસંચાલક દિક્ષિત પટેલ અને અન્ય 4 આરોપીઓને સાથે રાખીને પૂછપરછકરી નિવેદન લીધા હતા. દરમિયાન  ગુજરાત અને અન્યરાજ્યોના વિદ્યાર્થીઓને નોટીસ આપી બોલાવીને પૂછપરછ કરી હતી. ઉલ્લેખનીય છે કે પાંચ આરો...

જુલાઇ 2, 2024 3:54 પી એમ(PM)

views 72

હવામાન વિભાગે આજે ઉત્તરાખંડ, આસામ અને મેઘાલયમાં અતિ ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું

હવામાન વિભાગે આજે ઉત્તરાખંડ, આસામ અને મેઘાલયમાં અતિ ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આગામી ત્રણથી ચાર દિવસ માટે હિમાચલ પ્રદેશ, પંજાબ, રિયાણા, ચંદીગઢ, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન અને બિહારમાં ભારે વરસાદ યથાવત રહેશે. ગુજરાત અને પશ્ચિમ કાંઠાના વિસ્તારોમાં પણ ભારે વરસાદ ચાલુ રહેશે. હવામાન વિભાગની મા...

જુલાઇ 2, 2024 3:53 પી એમ(PM)

views 66

સેબીએ અદાણી એન્ટરપ્રાઈઝ લિમિટેડના શેર ટ્રેડિંગમાં ઉલ્લંઘન બદલ નોટિસ જારી કરી

સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા(સેબી)એ હિન્ડેનબર્ગ રિસર્ચ એલ. એલ. સી, નાથન એન્ડરસન અને મોરેશિયસ સ્થિત વિદેશી પોર્ટફોલિયો રોકાણકાર માર્ક કિંગ્ડનની સંસ્થાઓને અદાણી એન્ટરપ્રાઈઝ લિમિટેડના શેર ટ્રેડિંગમાં ઉલ્લંઘન બદલ નોટિસ જારી કરી છે. આ 46 પાનની કારણ નોટિસમાં સેબીએ આરોપ મૂક્યો છે કે હિંડનબર્...

જુલાઇ 2, 2024 3:50 પી એમ(PM)

views 73

ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે પાંચ મેચોની ટી-20 સિરિઝ 6 થી 14 જુલાઈ દરમિયાન હરારેના સ્પોર્ટ્સ ક્લબમાં રમાશે

ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે પાંચ મેચોની ટી-20 સિરિઝ 6 થી 14 જુલાઈ દરમિયાન હરારેના સ્પોર્ટ્સ ક્લબમાં રમાશે. ઝિમ્બાબ્વેએ શ્રેણી માટે તેની સત્તર સભ્યોની ટીમની જાહેરાત કરી છે. ટીમના સૌથી વરિષ્ઠ ખેલાડી અને અનુભવી બેટ્સમેન સિકંદર રઝા યુવા ટીમનું નેતૃત્વ કરશે. ઝિમ્બાબ્વેએ બેલ્જિયમમાં જન્મેલા એન્તુમ નકવીનું ન...

જુલાઇ 2, 2024 3:47 પી એમ(PM)

views 71

ભારતીય લશ્કરનો કાફલો ભારત-થાઇલેન્ડ સંયુક્ત લશ્કરી કવાયત ‘મૈત્રી’ની 13મી આવૃત્તિ માટે રવાના

ભારતીય લશ્કરનો કાફલો ભારત-થાઇલેન્ડ સંયુક્ત લશ્કરી કવાયત ‘મૈત્રી’ની 13મી આવૃત્તિ માટે ગઈ કાલે રવાના થયો છે. થાઇલેન્ડના તાક પ્રાંતમાં ફોર્ટ વચિરાપ્રકામ ખાતે 15 જુલાઇ સુધી કવાયત હાથ ધરવામાં આવશે. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું છે કે,76 જવાનોના ભારતીય લશ્કરનાં કાફલામાં લડાખ સ્કાઉટ્સની બટાલિયન અને અન્ય સશસ્ત...