જુલાઇ 11, 2024 4:27 પી એમ(PM)

views 46

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઑસ્ટ્રિયા પ્રવાસને ઐતિહાસિક ગણાવ્યો છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઑસ્ટ્રિયા પ્રવાસને ઐતિહાસિક ગણાવ્યો છે. તેમણે કહ્યું કે, આ પ્રવાસથી બંને દેશો વચ્ચેની મિત્રતા ગાઢ બની છે. ઑસ્ટ્રિયા યાત્રાના સમાપન પ્રસંગે તેમણે ઑસ્ટ્રિયાના લોકોના આતિથ્ય અને સ્નેહ માટે ચાન્સેલર કાર્લ નેહમર અને ઑસ્ટ્રિયા સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. વિયેનામાં ઑસ્ટ્રિયાન...

જુલાઇ 11, 2024 4:25 પી એમ(PM)

views 45

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે મહારાષ્ટ્ર વિધાનસભાના બંને ગૃહોને સંયુક્ત સંબોધન કરશે

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે મહારાષ્ટ્ર વિધાનસભાના બંને ગૃહોને સંયુક્ત સંબોધન કરશે. ઉપરાષ્ટ્રપતિ મહારાષ્ટ્રના એક દિવસીય પ્રવાસે છે, તેઓ અહીં નરસી મોન્જી પ્રબંધન સંસ્થાનના વિદ્યાર્થીઓને સંબોધશે. ઉપરાંત રાજભવનની મુલાકાત પણ લેશે.

જુલાઇ 11, 2024 4:22 પી એમ(PM)

views 47

નીટ – યૂજી પેપરમાં કથિત ગેરરીતિ મામલાની સુનાવણી સર્વોચ્ચ અદાલતમાં થઈ રહી છે

નીટ – યૂજી પેપરમાં કથિત ગેરરીતિ મામલાની સુનાવણી સર્વોચ્ચ અદાલતમાં થઈ રહી છે. ગઈકાલે કેન્દ્ર સરકાર અને રાષ્ટ્રીય પરિક્ષા સંસ્થા- NTAએ સોગંદનામું દાખલ કર્યું હતું. અગાઉ આઠમી જુલાઈના રોજ આ કેસમાં થયેલી સુનાવણીમાં સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકાર અને NTAને આ મામલે વિસ્તૃત અહેવાલ રજૂ કરવા નિર્દેશ આપ્યા હતા....

જુલાઇ 11, 2024 4:20 પી એમ(PM)

views 44

બંગાળની ખાડી બહુ-ક્ષેત્રીય તકનિકી અને આર્થિક સહકાર માટેની પહેલ એટલે કે બિમ્સટેકના વિદેશ મંત્રીઓનું બીજું સંમેલન આજથી નવી દિલ્હીમા શરૂ થશે

બંગાળની ખાડી બહુ-ક્ષેત્રીય તકનિકી અને આર્થિક સહકાર માટેની પહેલ એટલે કે બિમ્સટેકના વિદેશ મંત્રીઓનું બીજું સંમેલન આજથી નવી દિલ્હીમા શરૂ થશે. વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર આ કાર્યક્રમમાં બિમ્સટેકના વિદેશ મંત્રીઓની યજમાની કરશે. આ આયોજન બિમ્સટેક સમૂહના સભ્યોને બંગાળની ખાડી વિસ્તાર અને દરિયાકાંઠાના વિસ્તારો...

જુલાઇ 11, 2024 4:16 પી એમ(PM)

views 53

જમ્મૂ કાશ્મીરના કઠુઆમાં સૈન્ય કાફલા પર થયેલા આતંકી હુમલા સામેની જવાબી કાર્યવાહી રૂપે કાશ્મીરમાં મોટાપાયે તપાસ ચાલી રહી છે

જમ્મૂ કાશ્મીરના કઠુઆમાં સૈન્ય કાફલા પર થયેલા આતંકી હુમલા સામેની જવાબી કાર્યવાહી રૂપે કાશ્મીરમાં મોટાપાયે તપાસ ચાલી રહી છે. સુરક્ષા દળોએ આ મામલે 20 લોકોની અટકાયત કરી છે. કઠુઆ, ભાડેરવાહ, ઉધમપુર આસપાસના વિસ્તારોમાં મોટા પાયે તપાસ અભિયાન ચાલી રહ્યું છે. પોલીસ, સેના અને અર્ધ લશ્કરી દળોની સંયુક્ત ટીમો હુમ...

જુલાઇ 11, 2024 3:45 પી એમ(PM)

views 51

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે મેડિકલ કોલેજમાં જિલ્લા અને રેફરલ હોસ્પિટલોને કેન્દ્ર સરકાર તરફથી ભંડોળ મળતું રહેશે

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે મેડિકલ કોલેજમાં પરિવર્તિત કરાયેલી જિલ્લા અને રેફરલ હોસ્પિટલોને કેન્દ્ર સરકાર તરફથી ભંડોળ મળતું રહેશે તેવી સ્પષ્ટતા કરી છે. કેન્દ્રીય આરોગ્ય સચિવ અપૂર્વ ચંદ્રાએ આ અંગે 4 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખ્યો છે. મંત્રાલયે જણાવ્યું હતું કે હાલમાં 157 મેડિકલ સા...

જુલાઇ 11, 2024 3:35 પી એમ(PM)

views 73

શ્રીલંકાના નૌકાદળે 13 ભારતીય માછીમારોની ધરપકડ કરી છે, તેમને કનકેસંથુરાઈ બંદરે લઈ જવાયા છે

શ્રીલંકાના નૌકાદળે 13 ભારતીય માછીમારોની ધરપકડ કરી છે, તેમને કનકેસંથુરાઈ બંદરે લઈ જવાયા છે. પુડુકોટ્ટાઈના માછીમારો કાચાથીવુ નજીક માછીમારી કરી રહ્યા હતા, ત્યારે શ્રીલંકન નૌકાદળ દ્વારા તેમની ધરપકડ કરાઇ હતી. શ્રીલંકાના નૌકાદળે ગત પહેલી જુલાઈએ પણ આંતરરાષ્ટ્રીય જળસીમામાં 25 ભારતીય માછીમારોને પકડ્યા હતા.

જુલાઇ 11, 2024 3:30 પી એમ(PM)

views 62

નેઋત્ય ચોમાસું દેશના મોટાભાગના રાજ્યોને આવરી ચૂક્યું છે

નેઋત્ય ચોમાસું દેશના મોટાભાગના રાજ્યોને આવરી ચૂક્યું છે. ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમા ભારે વરસાદને પગલે મુશ્કેલ પરિસ્થિતિ સર્જાઈ છે. દરમિયાન હવામાન વિભાગે ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, સિક્કીમ, બિહારમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. દક્ષિણ અને ઉત્તર ગુજરાતનાં કેટલાંક ભાગો ઉપરાંત આસા...

જુલાઇ 11, 2024 3:26 પી એમ(PM)

views 62

ઉત્તર પ્રદેશમાં પૂરને પગલે છેલ્લા 24 કલાકમાં વધુ 22 લોકોનાં મૃત્યુ થયાં છે

ઉત્તર પ્રદેશમાં પૂરને પગલે છેલ્લા 24 કલાકમાં વધુ 22 લોકોનાં મૃત્યુ થયાં છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શ્રવસ્તીના પૂર પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી હતી. ઉત્તરપ્રદેશમાં અમારા સંવાદદાતા જણાવે છે કે, પ્રતાપગઢમાં 11, સુલ્તાન પુરમાં 6, જ્યારે ચંદૌલીમાં પાંચ લોકોના મૃત્યુ થયા હતા.

જુલાઇ 11, 2024 3:25 પી એમ(PM)

views 50

પૂર અસરગ્રસ્ત આસામમાં સ્થિતિ સુધરી છે. રાજ્યની મોટાભાગની નદીઓ જોખમી સ્તરથી નીચે વહી રહી છે

પૂર અસરગ્રસ્ત આસામમાં સ્થિતિ સુધરી છે. રાજ્યની મોટાભાગની નદીઓ જોખમી સ્તરથી નીચે વહી રહી છે. પૂરને પગલે રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં વિવિધ ઘટનાઓમાં વધુ 24 લોકોના મોત થયા હતા.