સપ્ટેમ્બર 2, 2024 9:43 એ એમ (AM)

views 483

રાજ્યમાં આગામી પાંચ દિવસ દરમિયાન ભારે વરસાદ વરસે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે

રાજ્યમાં આગામી પાંચ દિવસ દરમિયાન ભારે વરસાદ વરસે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.. વિભાગે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત આવતીકાલે દક્ષિણ ગુજરાતના જિલ્લોમાં અતિભારે વરસાદની શક્યતા જાહેર કરીને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું હોવાની માહિતી હવામાન વિભાગના વૈજ્ઞ...

સપ્ટેમ્બર 2, 2024 9:42 એ એમ (AM)

views 309

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ બનાસકાંઠા જિલ્લાના, થરાદ ખાતે નગરપાલિકાના 3 કરોડ 17 લાખ રૂપિયાના વિકાસકામોનું ખાતમુહૂર્ત કર્યું હતું

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ બનાસકાંઠા જિલ્લાના, થરાદ ખાતે નગરપાલિકાના 3 કરોડ 17 લાખ રૂપિયાના વિકાસકામોનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રસંગે પૂર્વ સાંસદ પરબત પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે શ્રી ચૌધરીએ થરાદના સર્વાંગી વિકાસ માટે સૌને સાથે મળી કામ કરવા આહ્વાન કર્યું હતું.

સપ્ટેમ્બર 2, 2024 9:41 એ એમ (AM)

views 27

જપ, તપ, ઉત્સવના ત્રિવેણી સંગમ સમા પવિત્ર શ્રાવણ માસ પૂર્ણાહૂતિ તરફ છે ત્યારે આજે શ્રાવણ માસના છેલ્લાં સોમવાર સાથે સોમવતી અમાસનો સંયોગ રચાયો છે

જપ, તપ, ઉત્સવના ત્રિવેણી સંગમ સમા પવિત્ર શ્રાવણ માસ પૂર્ણાહૂતિ તરફ છે ત્યારે આજે શ્રાવણ માસના છેલ્લાં સોમવાર સાથે સોમવતી અમાસનો સંયોગ રચાયો છે. સોમવતી અમાસના વિશેષ મહાત્મ્યને કારણે આજે વહેલી સવારથી જ શિવાલયોમાં ભક્તોનો પ્રવાહ ઉમટી રહ્યો છે. રાજ્યભરના શિવમંદિરોમાં આજે વિશેષ કાર્યક્રમોનું આયોજન કરાયું...

સપ્ટેમ્બર 2, 2024 9:40 એ એમ (AM)

views 283

દેવભૂમિદ્વારકા જિલ્લાના મુખ્યમથક ખંભાળિયા ખાતે શક્તિનગર ગ્રામ પંચાયત દ્વારા આગામી છથી નવ સપ્ટેમ્બર દરમિયાન લોકમેળાનું આયોજન કરાશે

દેવભૂમિદ્વારકા જિલ્લાના મુખ્યમથક ખંભાળિયા ખાતે શક્તિનગર ગ્રામ પંચાયત દ્વારા આગામી છથી નવ સપ્ટેમ્બર દરમિયાન લોકમેળાનું આયોજન કરાશે. શિરેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં વર્ષોથી યોજાતા આ લોક મેળામાં દ્વારકા સહિત જામનગર અને પોરબંદર જિલ્લાના લોકો પણ મોટી સંખ્યામાં આવતા હોય છે. આ લોકમેળા માટે તાલુકા વિકાસ અ...

સપ્ટેમ્બર 2, 2024 9:39 એ એમ (AM)

views 41

પેરિસ પેરાલિમ્પકમાં રાજ્યનાં ભાવિના પટેલ, પેરા ટેબલ ટેનિસની ક્વાર્ટર ફાઈનલમાં પહોંચ્યાં છે

પેરિસ પેરાલિમ્પકમાં રાજ્યનાં ભાવિના પટેલ, પેરા ટેબલ ટેનિસની ક્વાર્ટર ફાઈનલમાં પહોંચ્યાં છે. ભાવિનાએ WS-4 સ્પર્ધામાં મેક્સિકોના માર્થા વર્ડિનને 3 – 0 થી હરાવી આ સિદ્ધિ હાંસલ કરી છે. પેરાલિમ્પિક્સના ચોથા દિવસે પણ ભારતીય રમતવીરોએ ઉત્કૃષ્ઠ પ્રદર્શન યથાવત્ રાખ્યું હતું. ભારતે અત્યાર સુધીમાં એક સુવર્ણ, બે...

સપ્ટેમ્બર 2, 2024 9:39 એ એમ (AM)

views 46

પાટણ ખાતે 13મી વેસ્ટ ઝોન ફૂટબોલ સ્પર્ધાનો પ્રારંભ થયો છે

પાટણ ખાતે 13મી વેસ્ટ ઝોન ફૂટબોલ સ્પર્ધાનો પ્રારંભ થયો છે, જેમાં દિવ, દમણ, ગોવા સહિત રાજ્યની 67 ટીમ ભાગ લઈ રહી છે. 1 હજાર 200થી વધુ ખેલાડી આ સ્પર્ધામાં રમશે. ચાર દિવસ યોજાનારી આ સ્પર્ધાની ફાઈનલ ચોથી સપ્ટેમ્બરે રમાશે. ફાઈનલમાં વિજેતા ટીમ નેશનલ રમવા જશે. સ્પર્ધાનો પ્રારંભ કરાવતા હેમચંદ્રાચાર્ય યુનિવર્સ...

સપ્ટેમ્બર 2, 2024 9:38 એ એમ (AM)

views 38

લાગોસ ઇન્ટરનેશનલ ચેલેન્જ બેડમિન્ટન સ્પર્ધામાં રાજ્યનાં શ્રેયા લેલેએ સુવર્ણ ચંદ્રક જીત્યો છે

લાગોસ ઇન્ટરનેશનલ ચેલેન્જ બેડમિન્ટન સ્પર્ધામાં રાજ્યનાં શ્રેયા લેલેએ સુવર્ણ ચંદ્રક જીત્યો છે. નાઇજીરીયામાં યોજાયેલી આ સ્પર્ધામાં શ્રેયાએ ફાઈનલમાં કાવિપ્રિયા સેલ્વમને 21-1, 21-16થી હરાવી સુવર્ણ ચંદ્રક પોતાના નામે કર્યો છે. ઉલ્લેખનીય છે કે, શ્રેયાનો આ પ્રથમ આંતરરાષ્ટ્રીય ખિતાબ છે.

સપ્ટેમ્બર 2, 2024 9:37 એ એમ (AM)

views 46

વર્લ્ડ સોસાયટી ઓફ વિક્ટિમોલોજી પર 18મું આંતરરાષ્ટ્રીય સિમ્પોઝિયમ નેશનલ ફોરેન્સિક સાયન્સ ખાતે યોજાયું

વર્લ્ડ સોસાયટી ઓફ વિક્ટિમોલોજી પર 18મું આંતરરાષ્ટ્રીય સિમ્પોઝિયમ નેશનલ ફોરેન્સિક સાયન્સ ખાતે યોજાયું, જેમાં સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ જીતેન્દ્ર કુમાર મહેશ્વરી, મોંગોલિયાના રાજદૂત તેમજ વર્લ્ડ સોસાયટી ઓફ વિક્ટિમોલોજીના પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા.. વિક્ટિમોલોજી એ પીડિતો પર ગુનાની મનોવૈજ્ઞાનિક અસરોની તપા...

સપ્ટેમ્બર 1, 2024 8:27 પી એમ(PM)

views 54

બિહારમાં, વિપક્ષ રાષ્ટ્રીય જનતા દળ – RJDએ આજે દેશવ્યાપી જાતિ આધારિત વસ્તીગણતરી અને બંધારણની 9મી અનુસૂચિમાં બિહાર વિધાનસભા દ્વારા મંજૂર કરાયેલ અનામત ક્વોટાનો સમાવેશ કરવાની માંગણી સાથે વિરોધ કર્યો હતો,

બિહારમાં, વિપક્ષ રાષ્ટ્રીય જનતા દળ - RJDએ આજે દેશવ્યાપી જાતિ આધારિત વસ્તીગણતરી અને બંધારણની 9મી અનુસૂચિમાં બિહાર વિધાનસભા દ્વારા મંજૂર કરાયેલ અનામત ક્વોટાનો સમાવેશ કરવાની માંગણી સાથે વિરોધ કર્યો હતો, જે કાયદાઓની ન્યાયિક સમીક્ષાથી મુક્તિ આપે છે. વરિષ્ઠ આરજેડી નેતા અને રાજ્ય વિધાનસભામાં વિરોધ પક્ષના ન...

સપ્ટેમ્બર 1, 2024 8:25 પી એમ(PM)

views 44

મ્યાનમાર વસ્તીના સચોટ આંકડા મેળવવા માટે વ્યાપક વસ્તી અને આવાસની વસ્તી ગણતરી કરશે.

મ્યાનમાર વસ્તીના સચોટ આંકડા મેળવવા માટે વ્યાપક વસ્તી અને આવાસની વસ્તી ગણતરી કરશે. મ્યાનમારની સ્ટેટ એડમિનિસ્ટ્રેશન કાઉન્સિલ (એસએસી)ના અધ્યક્ષ સિનિયર જનરલ મીન આંગ હલાઈંગે કહ્યું કે, વસ્તી ગણતરી દેશના વર્તમાન અને ભવિષ્યના વિકાસમાં ફાળો આપશે. 2024ની વસ્તી અને ઘરગથ્થુ વસ્તી ગણતરીની બાબતમાં આપેલા ભાષણમાં,...