જાન્યુઆરી 15, 2026 9:43 એ એમ (AM)

views 44

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને ‘પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ’નું આયોજન

ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના હણોલ ગામે આયોજિત આત્મનિર્ભર હણોલ મહોત્સવ અંતર્ગત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને ‘પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ’નું આયોજન કરવામાં આવ્યું.આ પ્રસંગે બોલતા રાજ્યપાલે જણાવ્યું કે, પ્રાકૃતિક કૃષિ અપનાવવી એ આજના સમયની માંગ છે. તેમણે જણાવ્યું કે, પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન...

જાન્યુઆરી 15, 2026 9:41 એ એમ (AM)

views 28

કરુણા અભિયાન અંતર્ગત પશુ દવાખાનાના કાર્યકર અને તબીબોએ પશુ પક્ષીઓને સારવાર આપી – કરુણા અભિયન 16મી જાન્યુઆરી સુધી ચાલુ રહેશે

ઉત્તરાયણની ઉજવણી વચ્ચે પતંગની દોરીથી ઇજા થતાં અબોલ પક્ષીઓ અને લોકોને હોસ્પિટલ ખસેડવાની ઘટના ઠેર-ઠેર થયાના અહેવાલ છે.અમદાવાદના ચંડોળા, સીટીએમ અને માધુપુરામાં દોરીથી ગળા કપાવાના ત્રણ બન્યા બનાવો બન્યા છે. ત્રણેય બનાવોમાં ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.પંચમહાલ જિલ્લામાં પ્રતિબંધિત ચાઇનીઝ ...

જાન્યુઆરી 15, 2026 9:39 એ એમ (AM)

views 26

ગાંધીનગરમાં ટાઇફોઇડના નવા ત્રણ કેસ મળ્યાં, સર્વેલન્સની કામગીરી

ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સેકટર-24,26,28 અને આદિવાડા વિસ્તારમાં શંકાસ્પદ ટાઇફોઇડના કેસ મળતા સેકટર-24 તથા સેકટર-29ના અર્બન હેલ્થ સેન્ટરની ટીમો દ્વારા સર્વેલન્સની કામગીરી ચાલુ કરવામાં આવી રહી છે.સર્વેલન્સની ટીમમાં ફિમેલ હેલ્થ વર્કર, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર તથા આશાબહેનોની કુલ 85 ટીમ દ્વારા સર્વેન...

જાન્યુઆરી 15, 2026 9:38 એ એમ (AM)

views 37

નાયબ મુખ્યમંત્રીએ લોકોને ઉત્તરાયણની ઉજવણી બાદ ધાબા – અગાસી પરથી પતંગના દોર નીચે ઉતારી લેવા અપીલ કરી

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગઇકાલે સુરતમાં પરિવારજનો અને કાર્યકર્તાઓ સાથે પતંગ ચગાવી મકરસંક્રાંતિની ઉજવણી કરી હતી. તેમણે કહ્યું કે, પતંગની ડોર આપણને સંતુલન, શિસ્ત અને ધીરજ શીખવે છે.ગુજરાતમાં મકરસંક્રાંતિ માત્ર તહેવાર નથી, પરંતુ સંસ્કૃતિ, પ્રેમ અને આત્મીયતાનો જીવંત અનુભવ છે. તેવો તેમણે મત વ્યક્ત કરત...

જાન્યુઆરી 15, 2026 9:37 એ એમ (AM)

views 23

સમગ્ર રાજ્યમાં ઉત્તરાયણ પર્વની ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી, મોડી રાત સુધી આતશબાજી સાથે ઉજવણી કરાઇ

અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં લોકોએ મકરસંક્રાંતિના પર્વની ઉમંગ અને ઉત્સાહ સાથે ઉજવણી કરી. લોકોએ ધાબા પરથી વિવિધ રંગોના પતંગો આકાશમાં ચડાવીને પતંગ ઉડાવવાની મોજ માણી હતી. રંગબેરંગી પતંગોથી આકાશ છવાઈ ગયું હતું. "કાઇપો છે" ના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. આ સાથે જ લોકોએ શેરડી, બોર, જલેબી, ઊંધિયું, તલ-સ...

જાન્યુઆરી 15, 2026 9:36 એ એમ (AM)

views 40

કેન્દ્રીય ગૃહમત્રી અમિત શાહ અમદાવાદમાં આદિ શંકરાચાર્ય સમગ્ર ગ્રંથાવલીનું વિમોચન કરશે

કેન્દ્રીય ગૃહમત્રી અમિત શાહ તેમના ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસના છેલ્લા દિવસે અમદાવાદમાં સસ્તુ સાહિત્ય મુદ્રણાલય દ્વારા પ્રકાશિત અને ગોતમ પટેલ દ્વારા સંપાદિત આદિ શંકરાચાર્ય સમગ્ર ગ્રંથાવલીનું વિમોચન કરશે. શ્રી શાહ ત્રણ દિવસથી ગુજરાતની મુલાકાતે છે. આ ત્રણ દિવસ દરમિયાન તેમણે તેમના સંસદીય વિસ્તારમાં વિવ...

જાન્યુઆરી 15, 2026 9:31 એ એમ (AM)

views 73

અમેરિકાએ પાકિસ્તાન અને બાંગ્લાદેશ સહિત 75 દેશો માટે ઇમિગ્રન્ટ વિઝા પ્રક્રિયા બંધ કરવાની જાહેરાત કરી

અમેરિકાએ પાકિસ્તાન અને બાંગ્લાદેશ સહિત 75 દેશો માટે ઇમિગ્રન્ટ વિઝા પ્રક્રિયા બંધ કરવાની જાહેરાત કરી છે. વિભાગે જણાવ્યું કે આ દેશોના ઇમિગ્રન્ટ્સ અસ્વીકાર્ય દરે કલ્યાણકારી યોજનાઓનો લાભ લઈને અમેરિકામાં આર્થિક બોજ બની રહ્યા છે.અમેરિકાએ કહ્યું કે જ્યાં સુધી ઇમિગ્રન્ટ્સ આર્થિક લાભ લેવાનું બંધ ન કરે ત્યાં ...

જાન્યુઆરી 15, 2026 9:30 એ એમ (AM)

views 57

દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, પંજાબ, ઉત્તરાખંડ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં આજે ભારે ધુમ્મસ માટે ઓરેન્જ એલર્ટ

હવામાન વિભાગે દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, પંજાબ, ઉત્તરાખંડ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં આજે ભારે ધુમ્મસ માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. આગામી બે દિવસમાં હિમાચલ પ્રદેશ, બિહાર, પૂર્વી ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળની હિમાલયની તળેટી, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, આસામ, મેઘાલય અને સિક્કિમમાં કેટલાક સ્થળોએ ગાઢ ધુમ...

જાન્યુઆરી 15, 2026 9:29 એ એમ (AM)

views 45

ભારતીય કોસ્ટ ગાર્ડ અને જાપાન કોસ્ટ ગાર્ડ વચ્ચે નવી દિલ્હીમાં 22મી ઉચ્ચ-સ્તરીય બેઠક યોજાઈ

ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) અને જાપાન કોસ્ટ ગાર્ડ (JCG) વચ્ચે નવી દિલ્હીમાં 22મી ઉચ્ચ-સ્તરીય બેઠક યોજાઈ હતી. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે આ બેઠક બંને રાષ્ટ્રો વચ્ચે મજબૂત અને સ્થાયી દરિયાઈ ભાગીદારીને પુનઃપુષ્ટિ આપે છે. આ બેઠકમાં દરિયાઈ શોધ અને બચાવ, દરિયાઈ પ્રદૂષણ પ્રતિભાવ, દરિયાઈ કાયદા અમલીકરણ અ...

જાન્યુઆરી 15, 2026 9:28 એ એમ (AM)

views 30

જાપાનના વિદેશ મંત્રી તોશિમિત્સુ મોટેગી આજથી ત્રણ દિવસ માટે ભારતની મુલાકાતે

જાપાનના વિદેશ મંત્રી તોશિમિત્સુ મોટેગી આજથી ત્રણ દિવસ માટે ભારતની મુલાકાતે આવનાર છે. વિદેશ મંત્રાલય અનુસાર તેઓ આજે નવી દિલ્હી પહોંચશે. શુક્રવારે, તેઓ હૈદરાબાદ હાઉસ ખાતે વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરને મળશે. શનિવારે, તેઓ રાજઘાટ પર પુષ્પાંજલિ અર્પણ કરશે અને બાદમાં દિલ્હી મેટ્રોની મુલાકાત લેશે.