વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં આવેલી 495 હેક્ટરમાં ફેલાયેલી ‘મહીડી વીડી‘ની મુલાકાત લીધી હતી અને સમગ્ર વિસ્તારની સ્થિતિ અને વન વિભાગ દ્વારા કરવામાં આવતી વિવિધ કામગીરીની માહિતી મેળવી હતી સાથે અધિકારીઓ સાથે ચર્ચા કરી ઘાસ ઉત્પાદનને લઈ જાણકારી મેળવી હતી.
મંત્રીશ્રીએ વન વિભાગના અધિકારીઓ સાથે ત્યાં ઉપલબ્ધ ઘાસની જાતો, ગુણવત્તા, ઉત્પાદન અને સ્થાનિક સ્તરે તેના ઉપયોગની માહિતી મેળવી હતી. સાથે જ પશુધન માટે જરૂરિયાતના સમયે ઘાસ મળી રહે તે માટે વૈજ્ઞાનિક પદ્ધતિથી તેનો યોગ્ય સંગ્રહ કરવા અને કુદરતી સંસાધનોના સંવર્ધન માટે વન વિભાગના અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.