ઓક્ટોબર 13, 2026 9:30 એ એમ (AM)

printer

અરવલ્લીમાંથી 43 લાખ કરતાં વધુની કિંમતના 86 કિલો જેટલા છોડ સાથે એકની ધરપકડ

અરવલ્લીના શામળાજી પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ગલીસેમરો ગામે ખેતરમાં વાવેતર કરાયેલા ગાંજાના 169 લીલા છોડ મળી આવ્યા છે. પોલીસના જણાવ્યા મુજબ, છોડનું કુલ વજન 86 કિલો 250 ગ્રામ અને અંદાજિત કિંમત 43 લાખ 12 હજાર 500 રૂપિયા છે.

ચોક્કસ બાતમીના આધારા ગલીસેમરો ગામે પોલિસે રેડ કરીને એક શખ્સને ઝડપી પાડી, એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું કેં એક અનિલ ડામોર કરીને છે, એણે પોતાના ખેતરમાં ગાંજો વાવેલો છે અને ત્યાં રેડ કરતાં એના ખેતરમાં અલગ-અલગ જગ્યાએ અમુક ધાન્ય પાકોની વચ્ચે એણે ગાંજાના છોડ વાવેતર કરેલું. પોલીસે ટોટલ 169 છોડ, 86 કિલો જેટલો લીલો ગાંજો કબજે કર્યો છે, જેની કિંમત અત્યારે 45 લાખ જેટલી થાય છે અને આ અનિલ ડામોરને અમે અરેસ્ટ કર્યો છે. આગળની જે પૂછપરછ અને જે ઇન્વેસ્ટિગેશનની કામગીરી છે, એ આગળ કરી રહ્યા છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.