ઓક્ટોબર 8, 2026 9:22 એ એમ (AM)

printer

અરવલ્લી જિલ્લામાં પ્રથમવાર જુવેનાઈલ કેસ ચિલ્ડ્રન કૉર્ટમાં ચલાવાશે

અરવલ્લી જિલ્લામાં પ્રથમવાર જુવેનાઈલ કેસ ચિલ્ડ્રન કૉર્ટમાં ચલાવવાનો નિર્ણય લેવાયો છે. સગીરો દ્વારા આચરાયેલા અપરાધ મામલે કોર્ટે ગંભીરતા દાખવી છે. જિલ્લામાં વર્ષ 2024 થી 2026 દરમિયાન અલગ અલગ ત્રણ ઘટનાઓ ઘટી હતી, જે કેસ જુવેનાઈલ જસ્ટિસ્ટ બોર્ડમાં ચાલી જતાં, કેસની ગંભીરતા દાખવી હતી. આ બાબતે બોર્ડે કેસનું પ્રિલિમરી અસેસમેન્ટ કરતાં, ત્રણેય કેસને અરવલ્લી જિલ્લા ચિલ્ડ્રન કૉર્ટ ચલાવવાનો હુકમ કર્યો છે.