હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત અરવલ્લી જિલ્લામાં તિરંગા યાત્રા યોજાઈ હતી.. તિરંગા યાત્રામાં રાજકીય અગ્રણીઓ, પોલીસ- હોમગાર્ડ જવાનો અને અધિકારીઓ, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ સહિત નગરજનો જોડાયા હતા. આ યાત્રા મોડાસાના ઉમિયા મંદિર ચોકથી શરૂ થઈ હતી જે મોડાસાના ચાર રસ્તા, બસ સ્ટેશન, રામપાર્ક સોસાયટી સહિતના વિવિધ વિસ્તારોમાં ફર્યા બાદ કલ્યાણચોક ખાતે પૂર્ણ થઈ હતી. ધારાસભ્ય ભીખુસિંહજી પરમારે પ્રતિક્રિયા આપી.
દરમિયાન ભાવનગર શહેરમાં પણ જિલ્લા કક્ષાની તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું. આ યાત્રા એ.વી. સ્કૂલ મેદાનથી શરૂ થઈ ગરાસિયા બોર્ડિંગ, ભીડભંજન, ઘોઘા ગેટ, એમ.જી. રોડ, વોરા બજાર, બાર્ટન લાઇબ્રેરી, હલુરિયા, શહીદ સ્મારક અને કાવેરી કોમ્પ્લેક્સ ચોક સહિતના માર્ગો પરથી પસાર થઈ એ.વી. સ્કૂલ મેદાન ખાતે પૂર્ણ થઈ હતી. અશ્વદળ, બાઇકર્સ, પોલીસ બેન્ડ, શાળા બેન્ડ તેમજ રાસ-ગરબાની પ્રસ્તુતિઓએ યાત્રામાં વિશેષ આકર્ષણ જમાવ્યું હતું.
સુરતમાં પણ તિરંગા યાત્રા યોજાઈ હતી. વેસુના વાય જંક્શનથી લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધી બે કિલોમીટરની આ તિરંગા યાત્રામાં હજારો લોકો જોડાયા હતા. પોલીસ બાઇક પ્લાટુન, ફાયર બાઈક પ્લાટુન, બેલેન્સિંગ બાઈક, માઉન્ટેન હોર્સ પ્લાટુન, મહિલા પોલીસ બેન્ડ પ્લાટુન, બ્લેક કેટ કમાન્ડો, શાળાઓના બેન્ડ, હોમગાર્ડ, એનસીસી કેડેટ્સના કરતબો ઉપસ્થિત સૌએ માણ્યા હતા.
Site Admin | ઓગસ્ટ 14, 2026 10:25 એ એમ (AM)
ગુજરાતમાં ‘હર ઘર તિરંગા’ અભિયાનનો ઉત્સાહ, વિવિધ શહેરોમાં તિરંગા યાત્રા યોજાઈ