ઓગસ્ટ 8, 2026 11:27 એ એમ (AM)

printer

રાજ્યમાં એનાલોગ પનીર સામેની ઝુંબેશમાં 842 પેઢીઓની તપાસ કરવામાં આવી

રાજ્યભરમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ તેના ઉત્પાદકો અને વેચાણ એકમો પર તપાસ ચાલી રહી છે. જે અંતર્ગત રાજ્યમાં ડેરી એનાલિસિસ પ્રોહિબિશન અભિયાન અંતર્ગત થયેલી બે દિવસની કાર્યવાહીમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા બે દિવસમાં 842 પેઢીઓની તપાસ કરવામાં આવી છે.જેમાંથી કુલ 58 નમૂનાઓ લેવામાં આવ્યા છે. આ તપાસ દરમિયાન 1 હજાર 186 કિલોગ્રામ જેટલો જથ્થો નાશ કરાયો છે.. નાશ કરાયેલા જથ્થાની કુલ કિંમત ૩ લાખ 36 હજાર 234 રૂપિયા જેટલી થવા જાય છે.. તંત્ર દ્વારા હજુ પણ આ કામગીરી કડક હાથે કરવામાં આવશે. દરમિયાન જામનગર મહાનગરપાલિકાની ખાદ્ય શાખા દ્વારા ડેરીઓ અને પનીર વેચતા 17 વેપારીની દુકાનમાં તપાસ હાથ ધરાઈ. પવનચક્કીથી લઈ લાલપુર બાયપાસ સુધીના રણજિત સાગર રોડ પર આવેલી તમામ હૉટેલ અને રેસ્ટોરાં વગેરેમાં કરાયેલી તપાસ દરમિયાન 27 કિલો જેટલો અખાદ્ય પનીરનો નાશ કરાયો.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.